બિઝનેસ

Zomatoની મોટી જાહેરાત, ડિલિવરી એજન્ટને માટે બનાવવામાં આવશે રેસ્ટ પોઈન્ટ, જાણો શું મળશે સુવિધા ?

Text To Speech

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato એ તાજેતરમાં એક મોટી જાહેરાત કરી છે. જેમાં Zomatoએ જણાવ્યું છે કે ડિલિવરી એજન્ટો માટે ‘રેસ્ટ પોઈન્ટ’ બનાવી રહ્યું છે.

Zomatoએ રેસ્ટ પોઈન્ટ્સ બનાવવાની કરી જાહેરાત

Zomato જે ખોરાક અને પીણાં ઓનલાઈન ઓર્ડર કરવાની સુવિધા પૂરી પાડે છે, તેણે ડિલિવરી પાર્ટનર માટે રેસ્ટ પોઈન્ટ્સ બનાવવાની જાહેરાત કરી છે. આ સાર્વજનિક આશ્રયસ્થાનો હશે જ્યાં ડિલિવરી એજન્ટ આરામ કરી શકે છે અને ફ્રેશ થઈ શકે છે અને થોડો સમય કાઢી શકે છે.

કંપનીના સીઈઓએ આપી જાણકારી

ઝોમેટોના સીઈઓએ ગુરુવારે જણાવ્યું હતું કે તે વિવિધ કંપનીઓના ગિગ અર્થતંત્ર અને ડિલિવરી ભાગીદારોને ટેકો આપવા માટે ‘રેસ્ટ પોઈન્ટ્સ’ (આરામની સુવિધાઓ) તરીકે ઓળખાતી જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહી છે. કંપનીના સીઈઓ દીપેન્દ્ર ગોયલે ટ્વીટ કરીને આ જાણકારી આપી.

zomatoની મોટી જાહેરાત-humdekhengenews

આ પ્રકારની સુવિધાઓ હશે ઉપલબ્ધ

આ એવા રેસ્ટ પોઈન્ટ્સ હશે જેમાં ડિલિવરી એજન્ટ રેસ્ટ અને રિફ્રેશ થઈ શકે છે. આ સાથે તે પોતાનો થોડો સમય પણ વીતાવી શકે છે. આ રેસ્ટ પોઈન્ટમાં હાઈ-સ્પીડ વાઈફાઈ, ફર્સ્ટ એઈડ કીટ, ફોન ચાર્જિંગ સ્ટેશન, વોશરૂમ અને Zomatoના ડિલિવરી પાર્ટનર્સ માટે પીવાનું પાણી હશે

સ્વિગી એજન્ટો પણ કરી શકશે આરામ

Zomato દ્વારા ડિલિવરી એજન્ટની સુવિધા માટે રેસ્ટ પોઈન્ટ્સ બનાવવામાં આવશે. જેમાં ડિલિવરી એજન્ટોને થોડો ટાઈમ આરામ કરી શકશે. રેસ્ટ પોઈન્ટ્સ માં Zomatoના ડિલિવરી એજન્ટોની સાથે સ્વિગી જેવી અન્ય કંપનીઓના ડિલિવરી એજન્ટો પણ આ રેસ્ટ પોઈન્ટ પર આવી શકશે અને આ સુવિધાનો લાભ લઈ શકશે.

ગુરુગ્રામમાં ચાલી રહ્યા છે બે રેસ્ટ પોઈન્ટ્સ

ઉલ્લેખનીય છે કે રેસ્ટ પોઈન્ટ્સ Zomatoના The Shelter Projectનો એક ભાગ છે. જેના દ્વારા કંપની ડિલિવરી એજન્ટો માટે વધુ સુરક્ષિત અને વધુ સહાયક વાતાવરણ બનાવવાની આશા રાખે છે. અને Zomatoના મુખ્ય મથક ગુરુગ્રામમાં પહેલેથી આ પ્રકારના બે રેસ્ટ પોઈન્ટ ચાલી રહ્યા છે. ત્યારે હવે અન્ય જગ્યાએ પણ ડિલિવરી એજન્ટો માટે ‘રેસ્ટ પોઈન્ટ’ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા વાયુસેનાના ખાસ હેલિકોપ્ટર દ્વારા કુનો પાર્ક પહોંચ્યા

Back to top button