Zomatoએ નવરાત્રિમાં શાકાહારી ગ્રાહકને મોકલ્યા Non Veg મોમોસ, જાણો પછી શું થયું
નવી દિલ્હી, 16 એપ્રિલ: ઑનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કારણ કંપની દ્વારા કરવામાં આવેલી ભૂલ છે. ખરેખર એક વ્યક્તિએ Zomato પર વેજ મોમોસનો ઑર્ડર આપ્યો હતો, પરંતુ તેને વેજને બદલે Non Veg મોમોસ મળ્યા. ચૈત્ર નવરાત્રિ દરમિયાન આવી ભૂલ અંગે ગ્રાહકે આક્રોશમાં આવીને કંપનીની આકરી ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમિયાન મોટાભાગના હિન્દુઓ નવ દિવસ સુધી માંસાહારી ખોરાક લેવાનું ટાળે છે.
ગ્રાહકે X પર ફરિયાદ કરી
આકાશ ગુપ્તા નામના ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાલ Non Veg લેબલવાળા મોમોસ બોક્સની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, ‘હેલો વાઉમોમો, ઝોમેટો, હું સંપૂર્ણરીતે શાકાહારી છું અને મેં વેજ મોમોસ ઓર્ડર કર્યા હતા, પરંતુ મને તમારા આઉટલેટમાંથી બધા નૉન-વેજ આઇટમ મળ્યા છે. સૌથી ખરાબ વાત એ છે કે, હાલમાં નવરાત્રિ છે. તમે આવડી મોટી ભૂલ કેવીરીતે કરી શકો છો?’
Zomatoએ ભૂલ બદલ ખેદ વ્યક્ત કર્યો
Hi Akash, this is one big mix-up. It’s very serious and certainly not what we stand for. Mind sharing the order ID via DM so that we can resolve it ASAP. https://t.co/jcTFuGT2Se
— Zomato Care (@zomatocare) April 15, 2024
આ પોસ્ટનો જવાબ આપતા Zomatoએ લખ્યું, “હાય આકાશ, આ એક મોટું મિક્સ-અપ છે. આ ખૂબ જ ગંભીર છે અને ચોક્કસપણે આ અમારી સર્વિસ નથી જેના માટે ઊભા છીએ. તંમે DM દ્વારા ઓર્ડર ID શેર કરો. જેથી કરીને અમે આ સમસ્યાને વહેલી તકે ઉકેલી શકીએ.
મોમોસ પૂરી પાડતી કંપનીએ પણ જવાબ આપ્યો
Dear Akash! We sincerely apologize for any inconvenience. We would never want something like this to be happen. Requesting you to please share your invoice and contact details at [email protected] so that we can get in touch with you.
— Wow! Momo (@Wowmomo4u) April 15, 2024
વાહ મોમોએ પણ ગ્રાહકની પ્રતિક્રિયાનો જવાબ આપ્યો અને X પર લખ્યું, “ડિયર આકાશ! તમને થયેલી કોઈપણ અસુવિધા માટે અમે દિલથી ક્ષમા માંગીએ છીએ. અમે ક્યારેય ઇચ્છતા નથી કે આવું કંઈક થાય. તમને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને તમારી વિગતો અમારી સાથે [email protected] પર શેર કરો જેથી અમે તમારો સંપર્ક કરી શકીએ. જો કે, આ બે જવાબો પછી ગ્રાહકે તેની પોસ્ટ કાઢી નાખી. મામલો કેવી રીતે ઉકેલાયો અને કોની ભૂલ હતી તે સ્પષ્ટ નથી.
આ પણ વાંચો: Zomatoથી ઑર્ડર કરેલી સેન્ડવીચમાંથી નીકળ્યો વંદો, ફૂડ ક્વોલિટીને લઈને લોકો રોષે ભરાયા