ટ્રેન્ડિંગ

Zomatoએ મધર્સ ડે પહેલા લોન્ચ કર્યુુું ફોટો કેક ફિચર જાણો તેેેના વિશે

Text To Speech

નવી દિલ્હી, 9 મે: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato એ તેના ગ્રાહકો માટે કસ્ટમાઈઝ્ડ ફોટો કેક ઓર્ડર કરવાની નવી સુવિધા શરૂ કરી છે. Zomatoના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર એક પોસ્ટમાં માહિતી આપી છે કે ગ્રાહકો 30 મિનિટની અંદર કસ્ટમાઈઝ્ડ ફોટો કેકની ડિલિવરી મેળવી શકશે.આ ફીચર હાલમાં દિલ્હી-NCRમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં અન્ય સ્થળોએ પણ ઉપલબ્ધ થશે.

શું છે આ ફોટો કેક

કોઈ ખાસ મોમેન્ટ કે શ્પેેશિયલ ડેને અનોખી રીતે ઉજવવા માટે ફોટો કેકનો લોકો ઉપયોગ કરે છે. આના માટે ગ્રાહક તેમના મનપસંદ ફોટાને અપલોડ કરે છે, જે પછી યોગ્ય ઇટેબલ સ્યાહીનો ઉપયોગ કરીને કેકના ઉપરના ભાગ પર આઈસિંગના એક પરત પર ફોટો પ્રિન્ટ કરવામાં આવે છે. ઝોમેટોના આ નવા ફિચરની સાથે ગ્રાહકો એપની અંદર જ  ફોટો અપલોડ કરી શકશે અને તેના થોડાક જ સમયમાંં પોતાની ફોટો કેક મેળવી શકશે.

  Zomatoની આ સુવિધા

Zomatoના CEOગોયલેેે માહિતી આપતા જણાવ્યું હતુુુું કે આ ફીચરનું ટેસ્ટીંગ કંપનીએ એક સહકાર્યકરના એક દશકથી લાંબા કાર્યકાળનેે ઉજવવા માટે કર્યો છે.કંપનીએ આ નવી ફીચરની સર્વિસ મધર્સ ડે પહેલા શરૂ કરી છે, જેનાાથી તેને વધુ લોકપ્રિયતા મળવાની આશા છે. ગોયલે ઝોમેટાના રેસ્ટોરન્ટ પાર્ટનરનો પણ આભાર માન્યો હતો. જેમને આ ફિચરને ઉપલબ્ધ કરાવવા માટે સહયોગ આપ્યો છે. કે રેલર પાર્ટનરો ધન્યવાદ આપે છે, આ ફીચરની ઉપલબ્ધતામાં સહયોગ આપવામાં આવે છે. ઝોમેટોએ થોડા દિવસ પહેલા જ પોતાના ખાનગી હવામાન કેન્દ્રની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: આઈસ્ક્રીમ પ્રેમીએ બનાવ્યો અનોખો રેકોર્ડ! 45 દિવસમાં 300થી વધુ આઈસ્ક્રીમ મંગાવ્યા

Back to top button