ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ઝોમેટોના આ પગલાંથી તમારા ખિસ્સા પર કેટલો ભાર વધશે?

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 22 એપ્રિલ: ફૂડ ડિલિવરી કંપની Zomatoએ ગ્રાહકો માટે પ્લેટફોર્મ ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોએ ફૂડ ઓર્ડર કરતી વખતે પ્રતિ ઓર્ડર 5 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. વધારો કર્યો એ પહેલાં Zomato પ્રતિ ઓર્ડર 4 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલતું હતું. જાન્યુઆરી 2024 માં કંપની દ્વારા પ્લેટફોર્મ ફી રૂ. 3 થી વધારીને રૂ. 4 પ્રતિ ઓર્ડર કરવામાં આવી હતી.

આ શહેરોના ગ્રાહકોને થશે વધુ અસર

મળતી માહિતી મુજબ કંપની દ્વારા જે શહેરો માટે પ્લેટફોર્મ ચાર્જ વધારવામાં આવ્યો છે તેમાં દિલ્હી NCR, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ અને લખનઉ જેવા શહેરોના નામ સામેલ છે. રિપોર્ટ અનુસાર કંપની એક દિવસમાં 20 લાખથી 22 લાખ સુધીના ઓર્ડર આપે છે. આવી સ્થિતિમાં ફીમાં એક રૂપિયાનો વધારો કરવાની સીધી અસર કંપનીના નફાના વધેલા સ્તર પર જોવા મળી શકે છે.

Zomatoએ ઓગસ્ટ 2023માં પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. તે સમયે કંપની ઓર્ડર દીઠ 2 રૂપિયા લેતી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેને વધારીને 3 રૂપિયા અને જાન્યુઆરી 2024માં તેને વધારીને 4 રૂપિયા કરવામાં આવ્યો હતો.

જો તમારે ડિલિવરી ચાર્જ ન આપવો હોય તો?

જો તમે Zomatoમાંથી રોજ જમવાનું કે નાસ્તો મંગાવો છો તો તમને આ વધેલા ચાર્જની અસર થઈ શકે છે, જો તમે આ પ્લેટફોર્મનો ડિલિવરી ચાર્જ ન આપવા માંગતા હોવ તો તમારે Zomatoનો ગોલ્ડ લોયલ્ટી પ્રોગ્રામ લો છો તો તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવાની જરૂર નથી. અન્યથા તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે.

સ્વિગીમાં પ્લેટફોર્મ ફી કેટલી છે?

Zomatoની મુખ્ય હરીફ સ્વિગી પણ ઓર્ડર પર પ્લેટફોર્મ ફી વસૂલે છે અને હાલમાં તે ઓર્ડર દીઠ રૂ. 5 વસૂલે છે. હાલમાં આ બંને કંપનીઓ ફૂડ ડિલિવરી માર્કેટમાં 95 ટકાથી વધુ બજારહિસ્સો ધરાવે છે.

ઝોમેટો હાલ નફામાં

Zomatoએ નાણાકીય વર્ષ 2023-24માં 138 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. તે જ સમયે, ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ 347 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: સિંગાપોરે બજારમાંથી એવરેસ્ટ મસાલા હટાવ્યા, કારણ જાણી ચોંકી જશો

Back to top button