ટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

Zomato/ નોકરી મળવાના એક જ વર્ષમાં 600 કર્મચારીઓની છટણી, જાણો કારણ

Text To Speech

નવી દિલ્હી, 1 એપ્રિલ 2025 :   ઓનલાઈન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કંપની Zomato માં ફરીથી છટણી કરવામાં આવી છે. કંપનીએ તેના 600 થી વધુ ગ્રાહક સપોર્ટ એક્ઝિક્યુટિવ્સને હાયર કર્યાના એક વર્ષમાં બરતરફ કર્યા છે. કંપનીએ (Zomato) આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે તેના ફૂડ ડિલિવરી બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. બીજી તરફ, તેની સબસિડિયરી ક્વિક કોમર્સ કંપની બ્લિંકિટ પણ સતત નુકસાનનો સામનો કરી રહી છે.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો

નોટિસ આપ્યા વિના બરતરફ કર્યાં
મનીકંટ્રોલના અહેવાલ મુજબ, ઝોમેટો એસોસિએટ એક્સિલરેટર પ્રોગ્રામ (ZAAP) હેઠળ Zomatoમાં 1,500 કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સની ભરતી કરવામાં આવી હતી. કંપનીમાં એક વર્ષ પૂર્ણ કર્યા બાદ પ્રમોશનની આશા રાખતા આ કર્મચારીઓ કંપનીએ છટણીની જાહેરાત કરતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આમાંના મોટા ભાગના એવા કર્મચારીઓ છે જેમના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યા ન હતા અને તેઓને કોઈપણ સૂચના વિના નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અહીં, કંપનીએ છટણીના કારણો તરીકે નબળી કામગીરી, અનુશાસનહીનતા, ગ્રાહક સમર્થનમાં AIનો વધતો ઉપયોગ અને ખર્ચમાં ઘટાડો ગણાવ્યા છે.

આ પણ વાંચો : Video: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, મૃત્યુઆંક વધીને 18 થયો

Zomato ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો પોશાક ઉતારવા માટે કરવામાં આવ્યો મજબૂર, જૂઓ વીડિયો

Zomatoને જલ્દી મળી શકે છે Paytmનો આ મોટો બિઝનેસ, 1500 કરોડમાં થશે ડીલ!

Back to top button