Zomato એ આજથી તેના ગ્રાહકો માટે શરુ કરી નવી સુવિધા, જાણો વિગત
- કેશ ઓન ડિલિવરી ઓર્ડર માટે ક્યારેક ખુલ્લા પૈસા ન હોવાને કારણે અસુવિધા ઉભી થતી હોવાથી કંપનીએ ગ્રાહકોને એક નવો વિકલ્પ આપ્યો છે. આ ખૂબ અનુકૂળ રહેશે
દિલ્હી, 07 ઓગસ્ટ: જો તમે Zomato પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપનીએ તેના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરી છે. આમાં, કંપની કહે છે કે હવે Zomato ગ્રાહકો તેમના ‘Zomato Money’ એકાઉન્ટમાં ઉમેરવા માટે કેશ ઓન ડિલિવરી (COD) ઓર્ડર બેલેન્સ માંગી શકે છે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં ઓર્ડર આપવા અથવા જમવા માટે કરી શકે છે માટે કંપનીના સીઈઓ દીપેન્દ્ર ગોયલે બુધવારે આ જાણકારી આપી.
X પર કરી પોસ્ટ કરી આપી માહિતી
સમાચાર અનુસાર, સીઇઓ દીપેન્દ્ર ગોયલે ટાટા જૂથની ફર્મ બિગબાસ્કેટનો ઉકેલ પાછળની પ્રેરણા માટે આભાર માન્યો. કેશ ઓન ડિલિવરી ઓર્ડર માટે ક્યારેક ખુલ્લા પૈસા ન હોવાને કારણે અસુવિધા ઉભી થતી હોવાથી કંપનીએ ગ્રાહકોને એક નવો વિકલ્પ આપ્યો છે, ગોયલે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. આજથી અમારા ગ્રાહકો ડિલિવરી પાર્ટનરને રોકડા પૈસાની ચૂકવણી કરીને બાકીના છુટા પૈસા તેમના ‘Zomato Money’ એકાઉન્ટમાં ઉમેરવા માટે ડિલિવરી પાર્ટનરને કહી શકે છે. આ એકાઉન્ટના બેલેન્સનો ઉપયોગ ભાવિ ડિલિવરી ઓર્ડર અથવા જમવા માટે કરી શકાય છે.
કંપનીના ચોખ્ખા નફામાં નોંધપાત્ર વધારો
Zomato CEOએ કહ્યું કે અમારા ડિલિવરી પાર્ટનર્સે આગ્રહ કર્યો કે અમે તેને શક્ય તેટલી વહેલી તકે વિકસાવીએ. ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીએ ગયા અઠવાડિયે જૂન 2024ના અંતે પૂરા થતા ક્વાર્ટરમાં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં નોંધપાત્ર વધારો કરીને રૂ. 253 કરોડની જાહેરાત કરી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 2 કરોડ હતી.
એક શહેરથી બીજા શહેરમાં ફૂડ ઓર્ડર સેવા
થોડા દિવસો પહેલા Zomatoએ પણ લોકો માટે એક શહેરમાંથી બીજા શહેરમાં ખાવાનું ઓર્ડર કરવાની સેવા શરૂ કરી છે. Zomatoની આ સેવા ઇન્ટરસિટી લિજેન્ડ્સના નામથી શરૂ કરવામાં આવી છે. Zomatoની આ સેવા દ્વારા ગ્રાહકો એક શહેરમાંથી બીજા શહેરમાં સ્પેશિયલ રેસ્ટોરન્ટમાંથી તેમના મનપસંદ ભોજનનો ઓર્ડર આપી શકે છે. આ ખોરાક બીજા દિવસે પહોંચાડવામાં આવશે. આ નવી સર્વિસ માટે કંપનીએ શરત રાખી છે કે અહીં સાંજે 7 વાગ્યા પહેલા ઓર્ડર લેવામાં આવશે.
આ પણ વાંચો: શું ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ થશે ચિયર્સ?