ટ્રેન્ડિંગનેશનલ

VIDEO: Zomato બૉયનો આવો સ્વેગ ક્યારેય જોયો નહીં હોય, મોંઘીદાટ બાઇક લઈને ફૂડ ડિલિવરી કરવા નીકળ્યો

Text To Speech

HD News Desk (અમદાવાદ), 17 એપ્રિલ: ઇન્ટરનેટ પર કંઈને કંઈ ટ્રેન્ડ કરતું હોય છે કાં તો કંઈ પણ વાયરલ થઈ જાય છે. હાલમાં જ એક Zomato ડિલિવરી બૉયનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને તમને પણ નવાઈ લાગશે. મોટાભાગે આપણે ડિલિવરી બૉયને કોઈ સસ્તું કે સેકન્ડ હેન્ડ બાઇક કે સ્કૂટર પર ફૂડ ડિલિવરી કરતાં જોયા છે. પરંતુ શું તમે ક્યારેય કોઈને Harley Davidson પર સવાર થઈને ડિલિવરી કરતાં જોયા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ Harley Davidson પર જતો જોવા મળી રહ્યો છે. તેની પાછળ ઝોમેટોની બેગ પણ દેખાઈ રહી છે.

3 લાખની બાઈક પર ફૂડ ડિલિવરી

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, હાર્લી ડિવિઝન પર સવાર થઈને એક યુવક Zomatoની બેગ લઈને ઑર્ડર ડિલિવર કરવા જઈ રહ્યો છે. યુવકે એક રાઈડરની જેમ હેલ્મેટ અને હાથમાં મોજા પેહરીને બાઇક ચલાવી રહ્યો છે. આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકો માથું ખંજવાળતા થઈ ગયા હતા. 3 લાખ રૂપિયાની બાઇક પર ફૂડ ડિલિવરી કરવું ચોક્કસથી હેરાન કરી દેશે.

ડિલિવરી બૉયનો વીડિયો વાયરલ

 

View this post on Instagram

 

A post shared by Akshay shettigar (@_call_me_ashu16)

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર _call_me_ashu16 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 2.9 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- EMI ભરવાનું હશે. અન્ય યુઝરે લખ્યું- EMI ભરવાની રીત થોડી કેઝ્યુઅલ છે. ત્રીજા યુઝરે લખ્યું- તેણે સખત મહેનત કરી અને પોતાના પસંદગીનું બાઇક ખરીદ્યું છે. જો કે, કેટલાક યુઝર્સનો અભિપ્રાય અલગ છે. એક યુઝરે લખ્યું- આ માત્ર પબ્લિક સ્ટંટ છે. અન્ય યુઝરે લખ્યું – નવી Zomato બેગ જોતા તે માત્ર પ્રમોટર છે અને નિયમિત ડિલિવરીવાળો નથી.

આ પણ વાંચો: Zomatoએ નવરાત્રિમાં શાકાહારી ગ્રાહકને મોકલ્યા Non Veg મોમોસ, જાણો પછી શું થયું

Back to top button