Zomato ડિલિવરી બોયને સાન્તાક્લોઝનો પોશાક ઉતારવા માટે કરવામાં આવ્યો મજબૂર, જૂઓ વીડિયો

ઇન્દોર, 26 ડિસેમ્બર: નાતાલના દિવસે દેશભરમાં ઝોમેટો ડિલિવરી રાઇડર્સે સાન્તાક્લોઝના કોસ્ચ્યુમ પહેરીને ગ્રાહકોને આશ્ચર્યજનક ભેટ આપી હતી. જો કે, એવા પણ કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા છે જેમાં રાઇડર્સને નાતાલની ઉજવણી માટે હેરાન પણ કરવામાં આવ્યા હતા. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાં બની હતી. વીડિયો મુજબ, ઝોમેટો રાઈડરને સાન્તાક્લોઝનો પોશાક ઉતારવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિન્દુ જાગરણ મંચના સભ્યોએ તેને રોકી અને તેનો પોશાક ઉતારવા દબાણ કર્યું હતું.
વીડિયોમાં જે વ્યક્તિએ રાઇડરને પોતાનો પોશાક ઉતારવાનું કહ્યું હતું તે એમ કહેતા પણ સાંભળવા મળે છે, “આ એવા લોકો છે જેમની હિન્દુ તહેવારો પર બુદ્ધિ કામ કરતી નથી.”
જૂઓ વીડિયો
A #Zomato delivery man was stopped by workers of the #HinduJagranManch and asked to remove a #SantaClaus attire he was wearing for #Christmas celebrations. The incident occurred in #MadhyaPradesh’s #Indore city.
A video of the Zomato delivery man named Arjun being questioned by… pic.twitter.com/GGQNkkgDZF
— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024
વીડિયોમાં ઝોમેટો રાઇડર દાવો કરતો જોવા મળે છે કે, તેની કંપનીએ કેટલાક ડિલિવરી એજન્ટોને સાન્તાક્લોઝના કોસ્ચ્યુમ આપ્યા છે. જો કે, જે વ્યક્તિ વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો તે પૂછતો જોવા મળે છે કે, ઝોમેટો તેમના રાઇડર્સને હિન્દુ તહેવારો માટે તૈયાર થવાનું શા માટે કહેતું નથી.
તે વ્યક્તિએ પૂછ્યું, “તમે હિન્દુ તહેવારો દરમિયાન ડિલિવરી કરતી વખતે ભગવાન રામના પોશાક કે ભગવા વસ્ત્રો કેમ નથી પહેરતા?” જ્યારે Zomato રાઇડરે આનો જવાબ ન આપ્યો, ત્યારે વ્યક્તિને તેનું પૂરું નામ જણાવવા માટે કહેવામાં આવ્યું. જેના પર તેણે કહ્યું કે, તેનું નામ અર્જુન છે. જે બાદ કેમેરાની પાછળ ઊભેલો વ્યક્તિ તેને હિન્દીમાં કહે છે કે, “અર્જુન ભાઈ, આપણે હિન્દુ છીએ. સાન્ટાનો પોશાક પહેરીને તમે શું મેસેજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો?”
અર્જુનને કહેવામાં આવે છે કે, “એક મિનિટ માટે ઉતારો. ટોપી ઉતારો.” Zomato રાઇડરે વિનંતી કરી કે તેની કંપની ID બ્લોક કરી દેશે, પરંતુ આ વાતને ગણકારવામાં આવે છે અને તેનું લાલ સાન્ટા જેકેટ અને પેન્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું છે. વીડિયોમાં જે વ્યક્તિએ તેને પોતાનો પોશાક ઉતારવાનું કહ્યું હતું તે કહેતા પણ સાંભળવા મળે છે કે, “આ એવા લોકો છે જેમની હિન્દુ તહેવારો પર બુદ્ધિ કામ કરતી નથી અને તેઓ ખ્રિસ્તી-ઈસ્લામિક તહેવારો પર ખૂબ સારા સંદેશ આપે છે.”
Zomatoની થઈ રહી છે ટીકા
વીડિયોના અંતે તે વ્યક્તિ ઝોમેટો રાઇડરનો સાંતાનો પોશાક ઉતારવા બદલ આભાર માને છે અને “જય શ્રી રામ” કહે છે. હવે આ ઘટનાના ફૂટેજ X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન, Zomatoએ તેના રાઇડરના સમર્થનમાં ન બોલવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો જેને ક્રિસમસ પર સાન્ટા પોશાક પહેરવા બદલ હેરાન કરવામાં આવ્યો.
આ પણ જૂઓ: બસ અને ટ્રેનની જેમ ફ્લાઇટમાં પણ કીટલી લઈને આવ્યો ચાવાળો! મુસાફરોએ માણી મજા, જૂઓ વીડિયો