ટ્રેન્ડિંગયુટિલીટીવીડિયો સ્ટોરી

પત્ની સાથે ફૂડ ડિલીવરી કરતા જોવા મળ્યા Zomato CEO દીપિંદર ગોયલ, મોલમાં ન મળી એન્ટ્રી

Text To Speech

નવી દિલ્હી, 7 ઓકટોબર :  Zomato CEO દીપિંદર ગોયલ અત્યારે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. તાજેતરમાં, તે તેમની પત્ની ગ્રીસિયા મુનોઝ સાથે એક દિવસ માટે ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા જોવા મળ્યા હતા. આ જ કારણ છે કે તેના કેટલાક વીડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. આ વાયરલ વીડિયો અને ફોટામાં દીપિંદર અને તેમની પત્ની ગ્રીસિયા મુનોઝ Zomato ડિલિવરી એજન્ટના ગેટઅપમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Deepinder Goyal (@deepigoyal)

દીપિંદર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા પોતાનો અનુભવ શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે કહ્યું કે ગુરુગ્રામના એક મોલમાં ફૂડ ડિલિવરી કરતી વખતે તેમને સીડીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું કારણ કે તેમને મોલમાં અંદર જવાની પરવાનગી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Deepinder Goyal (@deepigoyal)

વીડિયોમાં દીપિંદર ગોયલ ફ્લોર પર બેસીને અન્ય ડિલિવરી બોય સાથે ખુશીથી વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન દરેક વ્યક્તિ ફૂડ ઓર્ડર લેવા માટે પોતાના વારાની રાહ જોતા જોવા મળી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Deepinder Goyal (@deepigoyal)

દીપિંદર ગોયલે આ વિડિયોમાં એમ પણ જણાવ્યું હતું કે અમારા ગ્રાહકોને ભોજન પહોંચાડવામાં અને પ્રવાસનો આનંદ માણવામાં તે ખૂબ જ સારું અનુભવી રહ્યા છે. આ સિવાય, બીજો ઓર્ડર લેતી વખતે, તેમને લાગ્યું કે તેમને ડિલિવરી પાર્ટનર્સ માટે મોલ સાથે કામ કરવાની જરૂર છે.

આ પણ વાંચો : Singham Againનું ટ્રેલર લોન્ચ થયું, જૂઓ એક્શનથી ભરપૂર 4 મિનિટનો આ વીડિયો

Back to top button