ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

શરુ થઈ રહી છે ઝિમ્બાબ્વે-એફ્રો T-10 ક્રિકેટ લીગ, ઈરફાન પઠાણ સહિત 7 ભારતીય ખેલાડી લેશે ભાગ

Text To Speech

ઝિમ્બાબ્વે-એફ્રો T10 ક્રિકેટ લીગની પ્રથમ સિઝનમાં નિવૃત્ત રોબિન ઉથપ્પા, ઈરફાન પઠાણ અને એસ શ્રીસંત સહિત છ ભારતીય ક્રિકેટરો પણ ભાગ લેશે. આ યાદીમાં ભારતીય ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની પણ સામેલ છે, જેમણે ભુતકાળમાં વનડેમાં 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ સ્ટુઅર્ટ બિન્નીના નામે છે. તેમણે વર્ષ 2014માં બાંગ્લાદેશ સામેની મેચમાં 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. મહત્વનું છે કે ઝિમ આફ્રો T10 લીગમાં ભારત &પાકિસ્તાનના ખેલાડીઓ એક સાથે કિક્રેટ રમશે!

Zim Afro T10 League-hdnews

ક્યારથી શરુ થશે આ T-10 ક્રિકેટ લીગ?

અન્ય ભારતીય ખેલાડીઓમાં પાર્થિવ પટેલ અને યુસુફ પઠાણ પણ આ લીગમાં જોડાશે. આ ક્રિકેટ લીગનો પ્રારંભ 20 જુલાઈથી શરૂ થશે અને 29 જુલાઈના રોજ ફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં યોજાશે. 2017માં અબુ ધાબી T10 લીગ પછી તે સૌથી હાઈ-પ્રોફાઈલ T10 લીગમાંની એક હશે. 2017 થી, કતાર T10 લીગ અને યુરોપિયન ક્રિકેટ લીગ સહિત 10-10 ઓવરની ઘણી બધી કિક્રેટ લીગ ઉભરી આવી છે.

ઝિમ્બાબ્વે-એફ્રો T10 લીગમાં 5 ટીમો ભાગ લેશે 

ઝિમ્બાબ્વે-એફ્રો ટી10 લીગની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં કુલ 5 ટીમો છે. આ તમામ ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાના 5 અલગ-અલગ શહેરોનું પ્રતિનિધિત્વ કરશે. આ ટીમો હરારે હરિકેન્સ, જોહાનિસબર્ગ બફેલોઝ, ડરબન કલંદર્સ, બુલાવાયો બ્રેવ્સ અને કેપ ટાઉન સેમ્પ આર્મી છે. દરેક ટીમમાં ઓછામાં ઓછા 16 ખેલાડીઓ હશે. જેમાંથી 6 ઝિમ્બાબ્વેના હશે. આ 6 ખેલાડીઓમાંથી ઓછામાં ઓછો એક ‘ઇમર્જિંગ પ્લેયર્સ’ કેટેગરીથી હોવો જોઈએ. દરેક ટીમ 4 વિદેશી ક્રિકેટરોનો ટીમમાં સમાવેશ કરી શકે છે.

આગામી દિવસોમાં તમામ ટીમ પોતાની ટીમમાં વધુ એક સ્થાનિક ખેલાડીનો સમાવેશ કરશે. આ 5 ખેલાડીઓની પસંદગી રાષ્ટ્રવ્યાપી ઇમર્જિંગ પ્લેયર્સ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવશે, જે યુવાનોને મોટા તબક્કામાં પ્રવેશવાની તક પૂરી પાડવા માટે બનાવાયેલ છે.

આ પણ વાંચો: World Cup 2023: ક્રિકેટની દુનિયા પર રાજ કરનારી ‘વેસ્ટ ઈન્ડિઝ’ ટીમ જમીન પર કેવી રીતે આવી ગઇ?

 

Back to top button