ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુણેમાં ઝિકા વાઇરસનો ફેલાવો: 6 કેસ નોંધાયા, બે ગર્ભવતી મહિલાઓને પણ અસર

Text To Speech
  • આરોગ્ય વિભાગના અધિકારીઓ હાલમાં તમામ દર્દીઓ પર નજર રાખી રહ્યા છે

પુણે, 02 જુલાઈ: ઝિકા વાઇરસના કેસ ફરી એક વખત દેખાવા લાગ્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાઇરસ ફેલાઈ રહ્યો છે. શહેરમાં ઝિકા વાઇરસથી લાગેલા ચેપના 6 કેસ નોંધાયા છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ 6 કેસમાં બે ગર્ભવતી મહિલાઓ પણ સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ હાલમાં દર્દીઓ પર નજર રાખી રહ્યા છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝિકા વાઇરસનો ચેપ જોવા મળ્યો છે. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય બીજી 12 સપ્તાહની ગર્ભવતી મહિલા ઝિકા વાઇરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંને મહિલાઓની હાલત સ્થિર છે.

સગર્ભા સ્ત્રીઓ માટે વધુ જોખમી

હકીકતમાં, જો સગર્ભા સ્ત્રીઓ ઝિકા વાઇરસનો શિકાર બને છે, તો ગર્ભમાં માઇક્રોસેફેલી થઈ શકે છે. આ એવી સ્થિતિ છે, જેમાં મગજના અસામાન્ય વિકાસને કારણે માથું ખૂબ નાનું થઈ જાય છે.

પુત્રી સહિત ડોકટરોને પણ ચેપ લાગ્યો હતો

પુણેમાં ઝિકા વાઇરસના ચેપનો પહેલો કેસ એરાંડવાને વિસ્તારમાં જ નોંધાયો હતો, જ્યારે 46 વર્ષીય ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટર બાદ તેમની 15 વર્ષની દીકરીનું સેમ્પલ પણ પોઝિટિવ આવ્યું હતું. આ સિવાય મુંઢવા વિસ્તારમાંથી બે સંક્રમિત લોકો મળી આવ્યા છે, જેમાંથી એક 47 વર્ષની મહિલા અને બીજી 22 વર્ષીય પુરુષ છે.

મહાનગરપાલિકા ફોગીંગ અને ફ્યુમીગેશન કરી રહી છે

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ તમામ દર્દીઓ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાવચેતીના પગલા તરીકે ચેપગ્રસ્ત મચ્છરોથી બચવા માટે ફોગિંગ અને ફ્યુમિગેશન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઝિકાનો પહેલો કેસ યુગાન્ડામાં નોંધાયો હતો

ઉલ્લેખનીય છે કે, ઝિકા વાઇરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાઇરસ ફેલાવવા માટે પણ જાણીતું છે. આ વાઇરસની ઓળખ સૌપ્રથમ 1947માં યુગાન્ડામાં થઈ હતી.

આ પણ જુઓ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે પંકજા મુંડે સહિત ભાજપે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા

Back to top button