ઝીનત ‘આન્ટી’નો જોરદાર અંદાજઃ કહ્યું, આમાં ચીડાવાનું શું હોય?
- ઝીનત અમાન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. હવે ઝીનતે તે મહિલાઓને જવાબ આપ્યો છે જેઓ ‘આન્ટી’ ટેગ સાંભળીને ગુસ્સે થાય છે
20 સપ્ટેમ્બર, મુંબઈઃ ઝીનત અમાન બોલિવૂડની એવી અભિનેત્રી છે જેણે સામાજિક પરંપરાઓ તોડીને એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે અને પોતાની ગ્લેમરસ ઈમેજ બનાવીને હિટ રહી છે. ઝીનત અમાન 70ના દાયકામાં તેના સમયની સૌથી સુંદર અને બોલ્ડ હિરોઈન હતી. પોતાની હાજરજવાબી માટે ઓળખાતી ઝીનત અમાન આજે પણ બોલ્ડ અંદાજમાં બોલવાનું અને જીવવાનું પસંદ કરે છે. હવે ઝીનત અમાને તે મહિલાઓને જવાબ આપ્યો છે જેઓ ‘આન્ટી’ ટેગ સાંભળીને ગુસ્સે થાય છે. ઝીનત અમાને આંટીના ટેગ વાળી ટી-શર્ટ પહેરી હતી અને લખ્યું છે કે મને ખુલ્લેઆમ આંટી કહીને બોલાવો મને કોઈ જ પ્રોબલેમ નથી.
‘આન્ટી’ સાંભળીને મોં ફુલાવતી મહિલાઓને યોગ્ય જવાબ
ઝીનત અમાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં ઝીનત અમાને સફેદ ટી-શર્ટ પહેરી છે જેના પર આન્ટી લખેલું છે. ઝીનત અમાને આ ફોટો સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે. ઝીનત લખે છે, ‘કઈ હોશિયાર વ્યક્તિએ નક્કી કર્યું કે આન્ટી એક અપમાનજનક શબ્દ છે? હું આ સાથે સંમત નથી. આપણે આ આન્ટીઓ વિના જિંદગીમાં શું કરીશું? આજ આંટીઓ છે જે આપણને સુરક્ષા પૂરી પાડે છે અને જિંદગીને સરળ બનાવે છે. ભારતીય આન્ટીઓ દરેક જગ્યાએ છે. ખાસ વાત તો એ છે કે કોઈ પણ આન્ટી સાથે તમારો સંબંધ ગાઢ હોય એ જરૂરી નથી. આંટી ખરાબ સમયમાં સહારો બને છે, તે તમારું દુઃખ સમજે છે, તમારી ઉદાસીને સમજી શકે છે અને તમને ગરમ ભોજન આપે છે.
View this post on Instagram
આપણને ગર્વ હોવો જોઈએ કે આ આંટીઓના કારણે જીવન આટલું સુંદર છે. તમે આન્ટી સાંભળીને કંઈ પણ વિચારી શકો છો, એક એવી મહિલા જે સારી છે, જેની પાસે જિંદગીના અનુભવો છે અને પોતાના અનુભવોથી તમને મદદ કરે છે. હું એક એવી વ્યક્તિ છું જેના દિલમાં આંટીઓ માટે અપાર આદર અને પ્રેમ છે. આન્ટી મારા જીવનમાં એક સાવકી માતાની જેમ રહી છે. જ્યારે મારા પુત્રો મોટા થતા હતા ત્યારે તે મને મદદ કરતી હતી. હું મારા પુત્રોને તેમની સાથે છોડીને કામ પર જતી હતી. તે આંટી મારા પુત્રોની સંભાળ રાખતી અને તેમને જમાડતી હતી. હું આંટીઓનું સન્માન કરું છું અને તમારે પણ કરવું જોઈએ.
બોલ્ડ અને બિન્દાસ્ત અંદાજ માટે જાણીતી છે ઝીનત
ઝીનત અમાનનો બોલિવૂડમાં લાંબા સમય સુધી દબદબો રહ્યો છે. ઝીનત અમાને પોતાના કરિયરમાં 93 થી વધુ ફિલ્મો કરી છે. તે સમયગાળામાં પણ ઝીનત અમાને બોલિવૂડમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું હતું. પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી, ઝીનત અમાનનું નામ થિયેટરોમાં ભીડ ભેગી કરતું હતું. ઝીનતે 1971માં આવેલી ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’માં દમદાર, બોલ્ડ અને બિન્દાસ્ત પાત્ર ભજવીને બધાને ચોંકાવી દીધા હતા.
આ પણ વાંચોઃ કોલકાતા રેપ-મર્ડર પ્રોટેસ્ટ પર ગીત ગાવાની ડિમાન્ડ પણ અરિજિતે આપ્યો સણસણતો જવાબ, વીડિયો વાયરલ