ટ્રેન્ડિંગમનોરંજન

ઝીનત અમાનની સોશિયલ મીડિયા પર એન્ટ્રી, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પહેલી પોસ્ટ

Text To Speech

70-80ના દાયકાની અભિનેત્રી ઝીનત અમાન પોતાના અભિનય અને ગ્લેમરસ લુકથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કરતી હતી. આજે આ અભિનેત્રી ઈન્ડસ્ટ્રીથી દૂર પોતાના પારિવારિક જીવનમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે. આ દરમિયાન ઝીનત અમાને સોશિયલ મીડિયા પર ડેબ્યુ કર્યું છે, જેને લઈ તે હાલ ચર્ચામાં છે. અન્ય સ્ટાર્સની જેમ ઝીનત અમાન પણ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યા બાદ એક્ટિવ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ઝીનતની એન્ટ્રીથી તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તેની લેટેસ્ટ પોસ્ટના વખાણ કરવા સાથે સોશિયલ મીડિયા પર બધા તેનું સ્વાગત કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Zeenat Aman (@thezeenataman)

Instagram પર ઝીનત અમાન

ઝીનત અમાને Instagram પર પ્રથમ પોસ્ટ સાથે તેનો લેટેસ્ટ બ્યુટીફુલ ફોટો શેર કર્યો હતો અને જેની સાથે તેને એક પોસ્ટમાં લખ્યું છે- કેવી રીતે 1970ના દાયકામાં, ફિલ્મ અને ફેશન ઉદ્યોગ સંપૂર્ણપણે પુરૂષ-પ્રભુત્વ ધરાવતા હતા. અભિનેત્રીએ શનિવારે તેનું ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યું હતું અને તેના બાયોમાં લખ્યું હતું, ‘અભિનેત્રી, માતા, મનમોજી. પહેલો ફોટો શેર કરતાં તેણે લખ્યું કે, ‘એ જગ્યાઓ પર હસવું જ્યાં જીવન મને લઈ જાય છે. કેમ હેલો, ઇન્સ્ટાગ્રામ.

અભિનેત્રીની પ્રથમ પોસ્ટની ચર્ચા

આ સિવાય ઝીનતે તેના ઈન્સ્ટાગ્રામ ડેબ્યુની કેટલીક પોસ્ટ શેર કરી છે, જેની જોરદાર ચર્ચા થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ સાથે જ ઝીનતને 12 ફોલોઅર્સ પણ મળી ગયા છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક જૂનો ફોટો પણ શેર કર્યો છે જેમાં તે તેની માતા સાથે જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Zeenat Aman (@thezeenataman)

તમને જણાવી દઈએ કે, ઝીનત અમાને 1970માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે ‘યાદો કી બારાત’, ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘કુરબાની’, ‘ધર્મ વીર’, ‘હરે રામા હરે કૃષ્ણ’, ‘ઇન્સાફ કા તરાઝુ’ જેવી શાનદાર ફિલ્મો માટે જાણીતા છે. તેણે 1999માં ‘ભોપાલ એક્સપ્રેસ’થી કમબેક કર્યું અને તે પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી. વર્ષ 2019માં છેલ્લી વખત ઝીનત અમાને ફિલ્મ ‘પાનીપત’માં નાનકડી ભૂમિકા ભજવી હતી.

 

 

View this post on Instagram

 

A post shared by Zeenat Aman (@thezeenataman)

Back to top button