ઝીનત અમાને Instagram ડેબ્યૂના એક વર્ષનું કર્યું સેલિબ્રેશન, તસવીર સાથે શેર કરી ખાસ નોટ
મુંબઈ (મહારાષ્ટ્ર), 12 ફેબ્રુઆરી: Instagram ક્વીન તરીકે જાણીતા પીઢ અભિનેત્રી ઝીનત અમાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વર્ષ પૂર્ણ કર્યું છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ છે અને ફેન્સને નિયમિત રીતે ફોટોઝ અને વીડિયો મારફતે અપડેટ આપતાં રહે છે. એક વર્ષ પૂર્ણ થયાંના સેલિબ્રેશનમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર તસવીર સાથે એક લાંબી નોટ લખી છે. તસવીરમાં અભિનેત્રી સ્ટાઇલિશ લૂકમાં બ્લેક એન્ડ ગોલ્ડન શ્રગ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. તેમણે તેમના દેખાવને એકદમ સ્ટાઇલિશ બનાવ્યો છે.
View this post on Instagram
Instagram પર એક વર્ષના ડેબ્યૂ પર શેર કરી ખુશી
Instagram પર ઝીનત અમાને બે તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, લોકો માને છે કે માત્ર યુવાનોને જ પોતાને સ્ટાઇલિશ બતાવવાનો અધિકાર છે, પરંતુ મારો અનુભવ મને કંઈક બીજું જ કહે છે. 365 દિવસ પહેલાં મારાં બાળકોએ મને મારી પ્રથમ Instagram પોસ્ટ અપલોડ કરવા કહ્યું હતું. મારાં બાળકોના વિશ્વાસે મારી ટેકનોલોજીની ગભરાટ દૂર કરી છે. ઝીનત અમાને વધુમાં કહ્યું, ‘હું મારાં બાળકો અને ટીમની આભારી છું જેમણે મને આ બ્યુટિફૂલ જર્નીમાં મારી મદદ કરી. જો તમે વિચારતા હોવ કે હું ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે નેવિગેટ કરું છું, તો તાન્યા અગ્રવાલ મારા ફોટો શૂટ કરીને મદદ કરે છે. જ્યારે પ્રતિક્ષા, જે મારી પસંદગી મુજબ મેક-અપ કરે છે. બીજા ઘણા લોકો છે જેમણે દરેક પગલે મારો હાથ પકડ્યો છે.
જીવનમાં બદલાવની કોઈ મર્યાદા હોતી નથી: ઝીનત અમાન
એક્ટ્રેસે કહ્યું કે, 70 વર્ષની વ્યક્તિ પણ પોતાની અંદર બદલાવ લાવી શકે છે, કારણ કે તેની કોઈ મર્યાદા હોતી નથી. તમે તમારું જીવન તમારા હિસાબે બદલી શકો છો. તમને અને મને એક વર્ષની વર્ષગાંઠની શુભકામનાઓ. મહત્ત્વનું છે કે, વીતેલા જમાનાની લોકપ્રિય એક્ટ્રેસ ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું ત્યારે તેમણે ધૂમ મચાવી હતી. એક વર્ષછી તેઓએ ખુદની સુંદર તસવીરો શેર કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે.
આ પણ વાંચો: દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનું હેલ્થ અપડેટ જાહેર, જાણો ક્યારે મળશે રજા