ધનશ્રી સાથે છૂટાછેડાની ચહલને મોટી કિંમત ચુકવવી પડશે, ભારતીય ક્રિકેટરે આપવા પડશે કરોડો રુપિયા


મુંબઈ, 17 ફેબ્રુઆરી 2025: ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલને લઈને છૂટાછેડાના સમાચાર તો પહેલા જ આવી ગયા છે. પણ હવે એવી ખબર મળી રહી છે કે છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માને 60 કરોડ રુપિયા આપવાનો છે. ચહલ અને ધનશ્રીના સંબંધમાં ખટાશના સમાચાર થોડા મહિના પહેલાથી જ સામે આવવા લાગ્યા હતા. જે બાદ અટકળો લાગી રહી હતી કે બંને વચ્ચે બધું ઠીકઠાક નથી. આ દરમ્યાન ચહલે અમુક પોસ્ટ કરી હતી, જેના દ્વારા બંને વચ્ચે સંબંધ ખતમ થવાની વાત પર મહોર લાગી ગઈ હતી. ત્યારે હવે કહેવાય છે કે ચહલને છૂટાછેડાના બદલામાં ધનશ્રીને 60 કરોડ રુપિયા આપવા પડશે.
5 વર્ષ પણ ન ટક્યો બંને વચ્ચેનો સંબંધ
ચહલ અને ધનશ્રીના લગ્ન ડિસેમ્બર 2020માં થયા હતા. બંનેની પહેલી મુલાકાત બાદ ફટાફટ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, જેનો ખુલાસો તેમણે એક શોમાં કર્યો હતો. પણ ચહલ અને ધનશ્રીના લગ્ન ઠીક 5 વર્ષ પણ ચાલ્યા નહીં.
View this post on Instagram
ચહલ અને ધનશ્રી વચ્ચે ક્યાં વાંધો પડ્યો?
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની વાત કરીએ તો બંને અલગ અલગ પ્રોફેશનમાંથી આવતા હતા. ચહલ એક ક્રિકેટર છે, તો વળી ડેન્ટિસ્ટન અભ્યાસ કરનારી ધનશ્રી વર્મા વ્યવસાયે ડાન્સર , કોરિયોગ્રાફર છે. લગ્નના પહેલા 3 વર્ષ બંને માટે ખૂબ જ સારા રહ્યા હતા. બંને દરેક મંચ પર એક સાથે દેખાતા હતા. બંનેએ એક સાથે એક શો પણ કર્યો હતો. તો વળી ડાન્સ શોમાં પણ ધનશ્રીને સપોર્ટ કરવા સેટ પર પહોંચ્યો હતો. પણ બાદમાં ચોથા વર્ષમાં આવતા તેમના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી.
આ પણ વાંચો: WhatsApp પર આવ્યું શાનદાર ફીચર: મિત્રો, ગર્લફ્રેન્ડ અને બોસ માટે લગાવી શકશો અલગ અલગ થીમ