ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

MS ધોની અને કપિલ દેવ પર ભડક્યા યુવરાજ સિંહના પિતા, લગાવ્યા આ ગંભીર આરોપ

  • ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ દરરોજ કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે

HD ન્યૂઝ ડેસ્ક, 2 સપ્ટેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ દરરોજ કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. ફરી એકવાર તેમણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે કંઈક એવું કહ્યું જેના કારણે તેમને સોશિયલ મીડિયા પર ફેન્સ તરફથી ટ્રોલનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત તેમણે કપિલ દેવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. યોગરાજ સિંહનો આરોપ છે કે, ધોનીના કારણે યુવરાજ સિંહની કારકિર્દી સમય પહેલા ખતમ થઈ ગઈ તેમજ તેમણે કપિલ દેવ વિશે કહ્યું કે, કપિલ દેવે તેમને તેમના સંભવિત પ્રતિસ્પર્ધી માનીને ટીમમાંથી બહાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ આરોપોના કારણે સોશિયલ મીડિયા પર તેના વિશે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે.

 

યોગરાજ સિંહે શું કહ્યું?

યોગરાજ સિંહે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ MS ધોનીને ક્યારેય માફ નહીં કરે. ધોનીએ અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેના પુત્ર એટલે કે યુવરાજ સિંહ સાથે જે થયું તેને માફ કરી શકાય તેમ નથી. તેણે તેના જીવનમાં ક્યારેય કોઈને માફ કર્યા નથી જેણે તેની સાથે અન્યાય કર્યો છે, પછી ભલે તે તેના પરિવારમાંથી જ હોય.

ધોનીની કેપ્ટનશીપમાં યુવરાજની કારકિર્દી

ધોનીની કેપ્ટન્સીમાં યુવરાજ સિંહની કારકિર્દી ચરમસીમાએ પહોંચી હતી. યુવરાજે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ભારત બંને ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યું હતું. આ બંને ટૂર્નામેન્ટમાં ધોની કેપ્ટન હતો, પરંતુ યુવરાજ સિંહ વિના ભારતીય ટીમ માટે ચેમ્પિયન બનવું મુશ્કેલ હતું. યોગરાજ સિંહનું માનવું છે કે, ધોનીના કારણે યુવરાજ સિંહની કારકિર્દી અકાળે ખતમ થઈ ગઈ,તેમના પુત્ર પાસે 4-5 વર્ષનું ક્રિકેટ કરિયર બાકી હતું. યોગરાજ સિંહે કહ્યું કે, ધોનીએ યુવરાજ સિંહનું જીવન બરબાદ કર્યું, જ્યારે તે વધુ ચાર-પાંચ વર્ષ રમી શક્યો હોત. યુવરાજ જેવો બીજો ખેલાડી પેદા કરવો સરળ નથી.

કપિલ દેવ પર પણ આરોપો લગાવવામાં આવ્યા હતા

યોગરાજ સિંહે આ જ ઈન્ટરવ્યુમાં 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, 1981માં તેમને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યા ત્યારથી કપિલ દેવ સાથે તેમના સંબંધો વણસેલા છે. યોગરાજ માને છે કે કપિલે તેમને તેમના સંભવિત પ્રતિસ્પર્ધી માનીને ટીમમાંથી બહાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કપિલ દેવ પર તેમની સાથે અન્યાય અને તેમની સાથે દુશ્મની હોવાનો આરોપ લગાવ્યો હતો. યોગરાજ કહે છે કે, તેમણે કપિલ દેવ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. યુવરાજ સિંહની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા યોગીરાજ સિંહે કહ્યું કે, યુવરાજે તેની કારકિર્દીમાં 13 ટ્રોફી જીતી હતી, જ્યારે કપિલ દેવના નામે માત્ર એક જ વર્લ્ડ કપનો ખિતાબ છે. યોગરાજની ટિપ્પણીથી એ પણ સ્પષ્ટ થાય છે કે, તે કપિલ સાથેની સરખામણી તેના પુત્રની સિદ્ધિઓને એક ભાગ બનાવી રહ્યા છે.

આ પણ જૂઓ: 6 દિવસમાં 5 મોટા ખેલાડીઓએ કરી નિવૃત્તિની જાહેરાત, શું છે કારણ?

Back to top button