ગુજરાત

યુવરાજસિંહનો મોટો ધડાકો ! સરકારી ભરતીમાં વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ

  • યુવરાજ સિંહે સરકારી ભરતીમાં વધુ એક કૌભાંડનો કર્યો પર્દાફાશ
  • ગેરરીતિથી અનેક લોકો નોકરીમાં લાગ્યા હોવાનો દાવો 
  • યુવરાજ સિંહે ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપનારાઓની યાદી આપી

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે થોડા દજિવસ પહેલા ભાવનગર યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું હોવાને લઈને ઘટસ્ફોટ કર્યો છે. હેવે યુવરાજ સિંહે ડમી ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. યુવરાજ સિંહે પુરાવા સાથે નકલી ઉમેદવારોના નામનુ લિસ્ટ જાહેર કર્યું છે.

ડમી ઉમેદવારો ઉભા કરીને સરકારી મોકરી મેળવવાનું કાવતરુ

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે શિક્ષણ જગત સાથે જ સંકળાયેલા એજન્ટો ડમી વિદ્યાર્થીઓને મદદ કરવામાં સંડોવાયેલા હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા યુવરાજ સિંહે કહ્યું કે ગુજરાતમાં એક નવી મોડસ ઓપરેન્ડી સાથે સિસ્ટમમાં રહીને ગેરકાયદે રીતે ભરતીઓને લઈને છૂટો દોર મળી રહ્યો છે, નવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ડમી ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે. હાલમાં જ મારી ભાવનગરની મુલાકાત દરમિયાન નવી મોડસ ઓપરેન્ડીઓ સામે આવી છે. ભાવનગર જિલ્લાના તળાજા, શિહોર પંથકમાં કેટલાક ગામોમાંથી અમુક ચોક્કસ સમાજના મહેનતુ વિદ્યાર્થીઓને ડમી તરીકે પરીક્ષામાં બેસાડવાની યોજના બનાવવામા આવી રહી છે. અને આની સાથે મુક ચોક્કસ સમાજો જોડાયેલા છે. ત્યારે તંત્ર આ બાબતે પર ધ્યાન આપે તેવી મારી અપીલ છે.

યુવરાજ સિંહ-humdekhengenews

માહીતી એકઠી કરીને વેરિફાઈ પણ કરી

યુવરાજ સિંહે જણાવ્યું હતુ કે ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળીમાં છેલ્લા 15 દિવસોમા અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી એકઠી કરી છે અને તેને ક્રોસ વેરિફાઈ પણ કરી છે.

ડમી ઉમેદવારોના નામની યાદી

યુવરાજ સિંહે ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષાથી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધીના ઉમેદવારોના નામ તેઓએ આપ્યા છે.

ભાવેશ રમેશ જેઠવા જેની જગ્યાએ પરીક્ષા આપવા મિલન ગોગાભાઈ પશુધન નિરિક્ષક વર્ગ ત્રણની જગ્યા પર પાસ થયા છે.

કવિત નીતિન રાવ જેની જગ્યાએ મિલન ગોગાએ જ પરીક્ષા આપી હતી. (2021-22ની લેબોરેટરી ટેક્નીશીયનની ભરતી)

અંકિત નરેન્દ્રભાઈ નકુમની જગ્યાએ બિમલે પરીક્ષા આપી હતી.( ગ્રામ સેવકની ભરતી)

જયદિપ વાલજી રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી . (વર્ગ 3ની 2021-22ની ભરતી )

યુવરાજ સિંહે સરકારને કરી અપીલ

આ પ્રકારની ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરે છે. આમ સરકારી નોકરીની ભરતીમાં ખોટી રીતે વિદ્યાર્થીઓમે ઘૂસાડીને નોકરી અપાવવા માટેના કેટલાક મુદ્દાઓ જણાવીને સરકારને આ અંગે ક્રોસ વેરીફાઈ કરવા યુવરાજ સિંહે જણાવ્યું છે.

Back to top button