ગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં યુવરાજસિંહને સમન્સ આપવામાં આવ્યું

Text To Speech
  • આવતીકાલ સાંજ સુધી હાજર રહેવા માટે SOGએ સમન્સ પાઠવ્યું
  • પોલીસે ડમી કાંડમાં નોધેલી ફરિયાદ બાદ થયા હતા આક્ષેપ
  • કેટલીક વ્યક્તિના નામ ન આપવા બદલ નાણાંકીય વ્યવહાર કર્યા હોવાનો આક્ષેપ

ભાવનગર પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. આવતીકાલ સાંજ સુધી હાજર રહેવા માટે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડમી ઉમેદવાર કાંડ મામલે પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક વ્યક્તિના નામ ન આપવા બદલ નાણાંકીય વ્યવહાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો: મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી સોનાના વરખની ચોરી મામલે નવા ખુલાસા થયા 

SOGના પીઆઇ દ્વારા યુવરાજસિંહને સમન્સ આપવામાં આવ્યું

ભાવનગર પોલીસે ડમી ઉમેદવાર કાંડમાં યુવરાજ સિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું છે. જેમાં યુવરાજ સિંહ સામે થયેલા આક્ષેપનો જવાબ રજુ કરવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમજ પોલીસે ડમી કાંડમાં નોંધેલી ફરિયાદ બાદ આક્ષેપ થયા હતા. કેટલાક નામો જાહેર ન કરવા રૂપિયા લીધાના આક્ષેપ હતા. ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં યુવરાજસિંહને સમન્સ આપવામાં આવ્યું છે. જેમાં CRPC કલમ 160 મુજબ યુવરાજસિંહને સમન્સ આપવામાં આવ્યું છે. તેમાં યુવરાજસિંહ ઉપર થયેલા નાણાંકીય વ્યવહારના મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમન્સ આપવામાં આવ્યું છે. આવતીકાલ બપોરના 12 વાગ્યે SOG કચેરી ખાતે હાજર રહેવા નોટીસ આપવામાં આવી છે. જેમાં SOGના પીઆઇ દ્વારા યુવરાજસિંહને સમન્સ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સરકારના જ બે વિભાગ, ખરીદી એક જ પ્રકારની પણ કૌભાંડ આચરવા ભાવ જુદા

અત્યાર સુધી છ આરોપી ઝડપાયા

ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે, જેને જોતાં પોલીસે હજુ ઘણા આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે. ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે બનાવેલી SIT અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પાણીની પરાયણ, આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવો વર્તારો

SITએ તપાસ માટે અમરેલીમાં ધામા નાખ્યા

ડમી કાંડમાં તપાસનો રેલો હવે ભાવનગરથી અમરેલી સુધી પહોંચ્યો છે. SITએ તપાસ માટે અમરેલીમાં ધામા નાંખ્યા છે. ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે શાળાઓમાં SIT તપાસ કરી રહી છે. ધારીના દુધાળા ગામની પ્રગતિ શાળામાં પોલીસે પૂછપરછ કરી હતી. જો કે આ તપાસમાંથી સ્થાનિક પોલીસને બાકાત રાખવામાં આવી

Back to top button