ગુજરાતટોપ ન્યૂઝ

યુવરાજસિંહે કહ્યું; એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ……અને આજે તેઓ દેશના વડાપ્રધાન છે

Text To Speech

ભાવનગર ડમીકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા પર નામ જાહેર ન કરવા પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો જે બાદ યુવરાજસિંહ દ્વારા સોશિયલ મીડિયા મારફતે પૈસા ન લેવાનો દાવો કરતો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર, આ તારીખ સુધી ભરી શકાશે સંમતિ પત્રક

આજરોજ યુવરાજસિંહ જાડેજા દ્વારા વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે તેમણે કોઈ પૈસા લીધા નથી અને તેમણે ખોટી રીતે રાજકીય ષડ્યંત્રના ભાગરૂપે ફસાવવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં કેટલાય મોટા કૌભાંડો રાજ્યમાં થયા છે જેણી તપાસ ન કરી માત્ર મે પૈસા લીધા છે કે નહિ તે સાબિત કરવા માટે લોકો મારા પછાડ લાગી ગયા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મને જેલમાં નાખી દેશો તો પણ હું સચ્ચાઈ માટે લડતો રહીશ અને કૌભાંડીઓના નામ બહાર લાવતો રહીશ. હજુ પણ ફોરેસ્ટમાં અને અન્ય મોટા કૌભાંડો અંગે હું પુરાવા શોધી રહ્યો છું અને આગામી સમયમાં તેમા પણ મોટા કૌભાંડો બહાર આવશે તેવું યુવરાજસિંહે ઉમેર્યું હતું. વધુમાં યુવરાજસિંહે કહ્યું હતું કે આ કૌભાંડ વ્યાપમ કરતાં પણ મોટું કૌભાંડ છે.

વધુમાં યુવરાજસિંહે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે એક સમયે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પણ ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને બાદમાં સમગ્ર મામલે તેમણે મુક્ત કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ દેશના વડાપ્રધાન છે, એટલે સત્યને ક્યારેય દબાવી શકાતું નથી તેવું યુવરાજસિંહે કહ્યું હતું.  તો બીજી તરફ આજરોજ ગૃહમંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે મોટા અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક ડમીકાંડ મામલે યોજવામાં આવી હતી અને ગૃહમંત્રી પોતે પણ આ મામલે બારીકાઇથી નજર રાખી રહ્યા હોવાનું ખુદ તેમણે જ ગઈકાલે કહ્યું હતું ત્યારે હવે સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

Back to top button