ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

યુવરાજસિંહ જાડેજાને મળી જાનથી મારી નાખવાની ધમકી

Text To Speech

પાલનપુર : આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને હવે બનાસકાંઠાના ડીસામાં ધમકીઓ મળી રહી છે. યુવરાજસિંહ જાડેજા રોજગાર ગેરંટી યાત્રા લઈને ગઈકાલે બનાસકાંઠામાં પહોંચ્યા હતા. અને આજે તેમની આ યાત્રા ડીસા તાલુકાના મુડેઠા ગામે પહોંચવાની હતી. તે પૂર્વે તેમને અલગ- અલગ બે નંબર પરથી ભાજપના જ હોદ્દેદારે ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

જેમાં મુડેઠા ગામમાં જો રોજગાર ગેરંટી યાત્રા લઈને પહોંચશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવરાજસિંહ એ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપના ગુંડાઓ તત્વોની આવી ધમકીઓથી અમે ડરવાના નથી. અને અમે યુવાનોની વાત લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છીએ. ત્યારે ભાજપ તેમને કોઈપણ રીતે દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

બનાસકાંઠામાં રોજગાર ગેરંટી યાત્રા  દરમ્યાન આવ્યા બે ફોન

યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી કીર્તિસિંહનું નામ લઈને જે નંબર ઉપરથી ધમકી મળી હતી તે બે નંબર જાહે કર્યા હતા. તેમને ઉમેર્યું હતું કે, કીર્તિસિંહ સજ્જન માણસ છે. તેમના નામે ચરી ખાતા ગુંડાતત્વો ધમકી આપી રહ્યા છે. પરંતુ અમે ડરવાના નથી અને ખોટી રીતે અમારા કાર્યક્રમને રોકવાનો પ્રયાસ કરાશે તો આમ આદમી પાર્ટી કાયદાકીય રીતે જે કંઈ કરવાનું થતું હશે તે કરશે અને તેના માટે લડશે. આગળ પણ પાર્ટીના કાર્યક્રમો ચાલુ જ રહેશે.

જ્યારે ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ યુવરાજસિંહને લોકોની માફી માગવી જોઈએ કહ્યું ત્યારે તેના જવાબમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે વારંવાર પેપર ભાજપની સરકારમાં ફૂટી રહ્યા હતા. ત્યારે યુવાનોની માફી નીતિનભાઈ પટેલે માગવી જોઈએ.જોકે ડીસા ખાતે યુવરાજસિંહે તેમને મળેલી ધમકીના પગલે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં બે નંબરો જાહેર કર્યા બાદ બનાસકાંઠાના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. અને રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે.

યુવરાજસિંહે જાડેજાએ જાહેર કર્યા બે નંબર 

ડીસા ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ માં યુવરાજસિંહે જે બે નંબરો ઉપરથી તેમને મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. તે નંબરો જાહેર કર્યા હતા. જેમાં આ નંબરોમાં 9898700901 અને 9265804500 માં એક નંબર ભાજપના યુવા મોરચાના મહામંત્રી હોવાનો તેમને ઉલ્લેખ કર્યો હતો.

Back to top button