સિંઘ ઈઝ કિંગ: ચાલુ મેચમાં ફરી એક વાર યુવરાજ સિંહને થયો ઝઘડો, મારામારી થતાં રહી ગઈ

Yuvraj Singh Tino Best: સચિન તેંડુલકરની કપ્તાનીવાળી ઈંડિયા માસ્ટર્સ ટીમે બ્રાયન લારાની આગેવાનીવાળી વેસ્ટઈંડીઝ માસ્ટર્સને હરાવીને ખિતાબ જીતી લીધો છે. પહેલી વાર ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું આયોજન થયું હતું અને પહેલી વારમાં જ ઈંડિયા માસ્ટર્સે ખિતાબ પોતાના નામે કરી લીધો. આ મેચમાં ઈંડિયા માસ્ટર્સ તરફથી અંબાતી રાયડૂ, સચિન તેંડુલકર અને વિનય કુમારે શાનદાર પ્રદર્શન કર્યું. આ પ્લેયર્સે ટીમને ખિતાબ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી. પણ મેચમાં યુવરાજ સિંહની વેસ્ટઈંડિઝના માસ્ટર્સના ટીનો વેસ્ટ સાથે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ, જેનો હવે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લડાઈમાં થતાં રહી ગઈ
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025 ની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સે પ્રથમ બેટિંગ કરતા 148 રન બનાવ્યા હતા. આ પછી, લક્ષ્યનો પીછો કરતી વખતે, ઇન્ડિયા માસ્ટર્સ ટીમ સારી સ્થિતિમાં દેખાઈ રહી હતી અને 13મી ઓવરમાં, અંબાતી રાયડુ અને યુવરાજ સિંહ તેમના માટે બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે યુવરાજને ટીનો વેસ્ટ સાથે ઝઘડો થઈ ગયો. બંને ખેલાડીઓ એકબીજા પર કંઈક બૂમો પાડી રહ્યા હતા. વચ્ચે, રાયડુ યુવરાજને પણ પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ ટીનો વેસ્ટ સાંભળતો નથી અને ગુસ્સામાં યુવીને હાથથી કંઈક કહેવાનો સંકેત આપે છે. આ દરમિયાન અમ્પાયર અને અન્ય ખેલાડીઓ દરમિયાનગીરી કરે છે. વીડિયો જોઈને વાતાવરણ એટલું તંગ લાગે છે કે બંને ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થવાની હતી. પણ સદનસીબે એવું ન થયું.
— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025
અંબાતી રાયડુએ અડધી સદી ફટકારી
આ મેચમાં ઇન્ડિયા માસ્ટર્સ માટે અંબાતી રાયડુએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. તેણે ૫૦ બોલમાં ૭૪ રન બનાવ્યા, જેમાં ૯ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તેમના સિવાય સચિન તેંડુલકરે 25 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી અને ઇન્ડિયા માસ્ટર્સની જીતનો પાયો નાખ્યો. બાદમાં, યુવરાજ સિંહ અને સ્ટુઅર્ટ બિન્નીએ કેટલાક શક્તિશાળી સ્ટ્રોક રમ્યા અને ટીમને વિજય તરફ દોરી ગયા. અગાઉ, વિનય કુમારે પોતાનું શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું અને ત્રણ વિકેટ લીધી. જ્યારે શાહબાઝ નદીમ બે વિકેટ લેવામાં સફળ રહ્યો.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન: વેસ્ટઈંડિઝને 6 વિકેટે હરાવી ઈન્ટરનેશનલ માસ્ટર લીગ જીતી