સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર YouTuber Coupleનું શંકાસ્પદ મૃત્યુ, પોલીસને ચોકાવનારી સાબિતી મળી
સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર YouTuber યુગલનું અવસાન થયું છે. તેમનો મૃતદેહ તેમના રૂમમાં શંકાસ્પદ હાલતમાં પડેલો મળી આવ્યો હતો. દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરક્ષિત રાખ્યા છે. મૃતકોની ઓળખ સેલ્વરાજ (45) અને તેની પત્ની પ્રિયા તરીકે થઈ છે.
આ ઘટના કેરળની છે, આ બંને વીડિયો બનાવીને યુટ્યુબ પર પોસ્ટ કરતા હતા અને તેમની ‘સેલુ ફેમિલી’ નામની યુટ્યુબ ચેનલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે ગયા શુક્રવારે સોશિયલ મીડિયા પર તેની છેલ્લી પોસ્ટ કરી હતી. જે જોતા બે દિવસ પહેલા તેમનું મૃત્યુ થયું હોવાનું અનુમાન છે.
केरल के सोशल मीडिया इंफ्लुएंसर्स सेलवराज और उसकी पत्नी की मौत हो गई है। उनके शव संदिग्घ हालत में उनके कमरे में पड़े मिले हैं।
दोनों YouTube पर वीडियो बनाकर डालते थे और ‘Sellu Family’ नाम से उनका यूट्यूब चैनल है। पुलिस के अनुसार अभी तक की जांच में पता चला है कि बीते शुक्रवार को… pic.twitter.com/QxGDOxmzVf
— Kamlesh_khatik (@KamleshAsiwal) October 27, 2024
પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે
પોલીસના જણાવ્યા અનુસાર બંનેના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર બંનેએ આત્મહત્યા કરી છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.
સોશિયલ મીડિયા પર 1400 વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે
હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. બંનેના મોબાઈલ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત હતા, તેમના 18000 થી વધુ સબસ્ક્રાઈબર્સ છે અને બંનેએ અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર 1400 થી વધુ વીડિયો પોસ્ટ કર્યા છે.
આ પણ વાંચો : દિલ્હીની સુરક્ષા છીંડા ! પાલિકા માર્કેટમાંથી બે ચાઈનીઝ જામર મળી આવ્યા