બેંગલુરુ એરપોર્ટમાં પ્રવેશના આરોપમાં યુટ્યુબરની ધરપકડ, વીડિયો બનાવીને કર્યો દાવો
- યુટ્યુબરે ચેલેન્જ તરીકે એરપોર્ટમાં 24 કલાક વિતાવ્યા હોવાનો વીડિયો બનાવીને કર્યો ખોટો દાવો
નવી દિલ્હી, 18 એપ્રિલ: બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ(Bengaluru Airport) પર એક 23 વર્ષીય યુટ્યુબરની વીડિયો રેકોર્ડ કરવા અને બાદમાં ખોટો દાવો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે, તેમ પોલીસે જણાવ્યું હતું. ધરપકડ બાદ યુટ્યુબરે આખો દિવસ પોલીસ કસ્ટડીમાં પસાર કરવો પડ્યો હતો. આ યુટ્યુબરનું નામ વિકાસ ગૌડા છે, તે બેંગલુરુના યેલહંકાનો રહેવાસી છે. વિકાસ ગૌડા 7 એપ્રિલે બપોરે 12 વાગ્યે ચેન્નાઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટની ટિકિટ સાથે એરપોર્ટ પર પહોંચ્યો હતો.
View this post on Instagram
યુટ્યુબરે સુરક્ષાને અવગણીને એરપોર્ટ પરિસરના અનેક વિસ્તારોમાં કર્યો પ્રવેશ
અધિકારીએ કહ્યું કે, “યુટ્યુબર (Bengaluru Youtuber) પાસે માન્ય ટિકિટ અને બોર્ડિંગ પાસ હતો, તેથી સુરક્ષા કર્મચારીઓને તેના પર કોઈ શંકા ગઈ નહીં, પરંતુ તે મુસાફરી કરવા નહીં પરંતુ એરપોર્ટ પર પ્રમોશન કરવા માટે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તેમજ એરપોર્ટ પર શુટ કરેલા કથિત વીડિયોમાં તેણે ખોટા દાવા કર્યા છે.” પોલીસના જણાવ્યા અનુસાર, તે “ઈરાદાપૂર્વક” ફ્લાઈટમાં ચઢ્યો ન હતો અને મુસાફરી કરવાને બદલે, તે તેના મોબાઈલ ફોન પર વીડિયો રેકોર્ડિંગ કરતા એરપોર્ટની આસપાસ ભટકતો હતો. 12 એપ્રિલના રોજ, યુટ્યુબરે આખો દિવસ એરપોર્ટ પર વિતાવ્યો હોવાનો ખોટો દાવો કરીને કથિત વીડિયો અપલોડ કર્યો હતો અને સુરક્ષાને અવગણીને એરપોર્ટ પરિસરના અનેક વિસ્તારોમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિકાસ ગૌડાની યુટ્યુબ ચેનલ પર લગભગ 1.13 લાખ સબસ્ક્રાઈબર્સ છે. જોકે, બાદમાં વિકાસ દ્વારા કથિત વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો.
YouTuberએ એરપોર્ટ પર બનાવ્યો વીડિયો
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “યુટ્યુબર એરપોર્ટમાં પ્રવેશ્યો અને કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2 પર સુરક્ષા તપાસ દરમિયાન જવાની પરવાનગી મેળવી. ત્યારબાદ તે લાઉન્જ તરફ ગયો. પરંતુ ફ્લાઈટમાં ચઢવાને બદલે 6 કલાક પસાર કર્યા. એરપોર્ટ પરિસરમાં ભટકતો રહ્યો.
આ કલમો હેઠળ YouTuber વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો
અધિકારીએ કહ્યું કે, આ મામલો 15 એપ્રિલે એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓના ધ્યાન પર આવ્યો હતો. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના અધિકારીની ફરિયાદના આધારે, વિકાસ ગૌડા સામે IPCની કલમ 505 (જાહેર મજાક માટે ઉશ્કેરતા નિવેદનો) અને 448 (ઘરમાં અતિક્રમણ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
આ પણ જુઓ: ઘર છે કે પત્તાંનો મહેલ? વીડિયો જોઈને તમારું પણ માથું ફરવા લાગશે