YouTubeએ યૂઝર્સને જોરદાર ઝટકો આપ્યો, મોંઘા થયા Premium Plans; જૂઓ પ્રાઈઝ લિસ્ટ
HD ન્યૂઝ ડેસ્ક – 25 સપ્ટેમ્બર : YouTube એ તેના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની કિંમતમાં વધારો કર્યો છે. આ પરિવર્તન માત્ર અમુક દેશોમાં જ થયું છે. ભારત અને અમેરિકામાં હજુ પણ જૂના ભાવ છે. આ પરિવર્તન મોટાભાગે યુરોપ, દક્ષિણ અમેરિકા, એશિયા અને મધ્ય પૂર્વના દેશોમાં થયું છે. એ નોંધવું અગત્યનું છે કે પ્લેટફોર્મે આ વર્ષની શરૂઆતમાં ભારતમાં તેના પ્રીમિયમ પ્લાન માટે કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
આ દેશોમાં કિંમતોમાં વધારો થયો
- બેલ્જિયમ
- કોલંબિયા
- ડેનમાર્ક
- ઈન્ડોનેશિયા
- આયર્લેન્ડ
- ઇટાલી
- મલેશિયા
- નેધરલેન્ડ
- નોર્વે
- સાઉદી અરેબિયા
- સિંગાપોર
- સ્વીડન
- સ્વિત્ઝર્લેન્ડ
- થાઈલેન્ડ
- સંયુક્ત આરબ અમીરાત.
રિપોર્ટ અનુસાર યુટ્યુબ પ્રીમિયમની કિંમત નોર્વેમાં સૌથી વધુ વધી છે. પહેલા તેની કિંમત 950 રૂપિયા હતી, પરંતુ હવે તે 1,340 રૂપિયાથી વધુ થઈ ગઈ છે. સ્વીડનમાં ફેમિલી પ્લાનની કિંમતમાં પણ ઘણો વધારો થયો છે. પહેલા તે 1,470 રૂપિયા હતો, પરંતુ હવે તે 2,290 રૂપિયા થઈ ગયો છે. સરેરાશ, સિંગલ પ્લાન્સમાં 18% અને ફેમિલી પ્લાન્સમાં 43%નો વધારો થયો છે.
ભારતમાં YouTube પ્રીમિયમ પ્લાનની કિંમતો
Youtube Premium Plans | New price | old price |
Individual (Monthly) | 149 | 129 |
Student (Monthly) | 89 | 79 |
Family (Monthly) | 299 | 189 |
Individual Prepaid (Monthly) | 159 | 139 |
Individual Prepaid (Quarterly) | 459 | 399 |
Individual Prepaid (Annual) | 1490 | 1290 |
આ પણ વાંચો : Gen Z એટલે શું? મોટી કંપનીઓ આ યુવાનોને નોકરી આપવાનું કેમ ટાળી રહી છે?