સાયન્સ એન્ડ ટેકનોલોજી

YouTubeએ યુઝર્સને આપી હોળીની ભેટ !

YouTube આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ બની ગઈ છે. આજે દરેકના સ્માર્ટફોનમાં YouTube જરૂર જોવા મળે છે પરંતુ સામાન્ય યુઝર્સ માટે વચ્ચે આવતી જાહેરાતો વધુ પરેશાની કરે છે. જો તમે વિડીયો જોવા માટે YouTube ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં યુઝર્સ YouTube પર દેખાતી જાહેરાતોથી છુટકારો અપાવશે. કંપનીએ કહ્યું કે YouTube પ્લેટફોર્મ પર એક નવો ફેરફાર કરવા જઈ રહી છે, જે 6 એપ્રિલથી લાગુ થશે. આ ફેરફાર હેઠળ, વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઓવરલે જાહેરાતને દૂર કરવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : ઈન્સ્ટાગ્રામ પછી યુટ્યુબની મોટી કાર્યવાહી, પોર્નહબની ચેનલ હટાવી

6 એપ્રિલથી જાહેરાતો નહી દેખાય

આ ફેરફાર 6 એપ્રિલથી વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર લાગુ થશે. કંપનીએ તેના YouTube સપોર્ટ પેજના માધ્યમથી આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ ઓવરલે જાહેરાત હટાવવાની જાહેરાત કરી છે. મતલબ કે અન્ય બેનરો અથવા ટૂંકી જાહેરાતો હજુ પણ તમને વિડીયોમાં હેરાન કરશે. નોંધનીય બાબત એ છે કે કંપની આ સુવિધાને ફક્ત YouTube ડેસ્કટોપ વર્ઝન પર લાગુ કરવા જઈ રહી છે. એટલે કે મોબાઈલ એપ યુઝર્સને આનો લાભ મળશે નહી.

આ પણ વાંચો : તમારા બાળકો ‘Youtube’ વાપરે છે ? વચ્ચે આવતા ખરાબ વીડિયોને કરો સરળ રીતે ‘Block’

YouTube સતત ફેરફાર કરતુ રહે છે

ઓવરલે જાહેરાતો મોબાઇલ પર પણ દેખાતી હતી, પરંતુ તે થોડા સમય પહેલા દૂર કરવામાં આવી હતી અને તેને દૂર કરવા સામે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો. જો કે, ડેસ્કટોપ પર આ જાહેરાતોને કોણ બદલશે તે સ્પષ્ટ નથી. વસ્તુઓ કદાચ પ્રી, મિડ અને પોસ્ટ-રોલ જાહેરાતો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પણ વાંચો : સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત ‘SYL’ YouTube પરથી હટાવાયું, 27 મિલિયનથી વધુ વ્યૂઝ

ઓવરલે જાહેરાતો શું છે?

આ જાહેરાતો વિડીયોની ઉપર અથવા નીચે દેખાય છે. એટલે કે વિડયોની સાથે આ જાહેરાતો પણ દેખાય છે. જો કે, આ જાહેરાતો કોઈપણ રીતે વિડીયોમાં દખલ કરતી નથી, તમે આ જાહેરાતો સાથે પણ તમારા YouTube વિડીયોનો આનંદ માણી શકો છો. મોબાઈલ પર આવી જાહેરાતો ભાગ્યે જ જોવા મળે છે.

જો કે, આ જાહેરાતો ક્રોસ પર ક્લિક કરીને પણ દૂર કરી શકાય છે. પરંતુ ક્યારેક તે પરેશાન પણ કરે છે. જેમ કે તમે ક્રોસ પર ક્લિક કરી રહ્યા છો પરંતુ જો જાહેરાત પર ક્લિક કરવામાં આવશે તો તે તમને સીધા જ તે પેજ પર લઈ જશે. તેનો અર્થ એ કે પછી તમારી વિડીયોની મજામાં અડચણ આવશે. પરંતુ 6 એપ્રિલ પછી તમને આવી જાહેરાતો જોવા મળે નહીં.

Back to top button