યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીનું રાજીનામું, ભારતીય મૂળના નીલ મોહન મેળવશે પદ
યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કએ ગુરુવારે જણાવ્યું હતું કે યુટ્યુબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુસાન ડિયાન વોજિકીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વોજસિકીએ કહ્યું કે તે તેના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માંગે છે. તે તેના સ્વાસ્થ્ય અને અંગત જીવન પર ધ્યાન આપવા માંગે છે. વોજસિકીએ કહ્યું છે કે જ્યાં સુધી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી તે આ પદ પર રહેશે.
ભારતીય મૂળના નીલ મોહન કોણ છે ?
સુસાન ડિયાન વોજસિકી ગૂગલના શરૂઆતના કર્મચારીઓમાંના એક હતા. એટલું જ નહીં, તે લગભગ 25 વર્ષથી ગૂગલની પેરેન્ટ કંપની સાથે છે. વર્ષ 2014માં તે યુટ્યુબની સીઈઓ બની હતી. હવે નવ વર્ષ પછી તેણે આ પદ છોડી દીધું છે. આ પછી ભારતીય મૂળના અમેરિકન નીલ મોહન કંપનીનો હવાલો સંભાળશે. નીલની કારકિર્દીની શરૂઆત ગ્લોરીફાઈડ ટેકનિકલ સપોર્ટથી થઈ હતી. અહીં તેને 60,000 ડોલરનો પગાર મળતો હતો. નીલ 2008 માં Google માં જોડાયો જ્યારે તેની ભૂતપૂર્વ કંપની DoubleClick ને Google દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.