યુવાનો ચિંતિત : જામનગરના 13 વર્ષના સગીર અને જેતપુરમાં 18 વર્ષની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ
સમગ્ર દેશમાં બાળકોથી લઇ 45 વર્ષ સુધીના યુવાનોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓ કોરોના કાળ બાદ ઘણી વધી ગઇ છે તેમાં પણ ખાસ કરીને નાના બાળકો અને યુવકો વધુને વધુ ભોગ બની રહ્યા છે. ત્યારે જામનગરના વેપારી યુવાનનો મુંબઇમાં કાંદીવલીમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતા 13 વર્ષના તરૂણ પુત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાની ઘટનાએ હાલારને હચમચાવી દીધુ છે. આ ઉપરાંત જેતપુરમાં પણ એક યુવતી કોલેજની હોસ્ટેલમાં બેભાન થઈ ઢળી પડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો મોરબી દુર્ઘટના : SIT નો રિપોર્ટ રજૂ, 135 લોકોના મૃત્યુને ગણાવી હત્યા
વેપારીપુત્ર મુંબઈમાં અભ્યાસ કરતો હતો
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતાં અને પુરસ્કાર ગીફટ શોપના નામે વ્યવસાય કરનાર સચિન વેણીભાઈ ગઢેચા નામના યુવાનનો પુત્ર ઓમ (ઉ.વ.13) નામનો તરૂણ મુંબઇના કાંદિવલીમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. તે દરમિયાન મુંબઇમાં રહેતા ઓમને હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજ્યું હતું. 13 વર્ષના તરૂણ બાળકના હૃદયરોગના હુમલાથી થયેલા મૃત્યુએ સચિનભાઈ અને તેના પરિવારને હચમચાવી દીધો હતો. તરૂણના મૃત્યુના સમાચારથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો.
આ પણ વાંચો ગુજરાતમાં ગુલાબી ઠંડી શરૂ, અંબાલાલ પટેલે હિમ વર્ષા વિશે કરી આગાહી
વિદ્યાર્થિનીને બે વર્ષથી હૃદયના વાલ્વ સંબંધી બીમારી હતી
જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવળી મંડળમાં BCAનો અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થિની કશીશ સતિષભાઈ પીપળવા હોસ્ટેલમાં ઢળી પડી હતી. આ વિદ્યાર્થિનીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. સરદાર પટેલ ક્ધયા કેળવળી મંડળમાં BCAનો અભ્યાસ કરતી હતી તે મૃતક વિદ્યાર્થિની કશીશ સતિષભાઈ પીપળવા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હતી. આ વિદ્યાર્થિનીને બે વર્ષથી હૃદયના વાલ્વ સંબંધી બીમારી હોવાનું પણ જાણવા મળ્યું છે.