ગુજરાતના યુવાનો ચેતજો, વિદેશમાં જોબ અપાવવાના બહાને થાય છે લાખો રૂપિયાની છેતરપિંડી
- છેતરપિંડી કરનારાઓએ યુવક અને તેની પત્નીના બોગસ ડૉક્યુમેન્ટ પણ બનાવ્યા
- વિદેશ જવાની લાલચમાં મોડાસાના યુવકે રૂ.29.45 લાખ આપ્યા
- આખરે ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ગુજરાતના યુવાનો ચેતજો, વિદેશમાં જોબ અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી થાય છે. તેમાં વિદેશમાં જોબ અપાવવાના બહાને 29.45 લાખની છેતરપિંડી કરનાર 3 સામે ફરિયાદ કરવામાં આવી છે. ધનસુરાના વડાગામના 1 અને અમદાવાદના 2 ઈસમ સામે મોડાસામાં ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો: હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
છેતરપિંડી કરનારાઓએ યુવક અને તેની પત્નીના બોગસ ડૉક્યુમેન્ટ પણ બનાવ્યા
છેતરપિંડી કરનારાઓએ યુવક અને તેની પત્નીના બોગસ ડૉક્યુમેન્ટ પણ બનાવ્યા હતા. મોડાસાના એક યુવકને વિશ્વાસમાં લઈ વિદેશ મોકલવાના નામે ત્રણ શખ્સોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી કરનારાઓએ યુવક અને તેની પત્નીના બોગસ ડૉક્યુમેન્ટ પણ બનાવ્યા હતા અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. મોડાસામાં રહેતા જગદીશભાઈ ધુળાભાઈ પ્રજાપતિએ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફારિયાદ મુજબ, ધનસુરાના વડાગામના અને અમદાવાદ રહેતા બ્રિજેશ ડાહ્યાભાઈ ત્રિવેદીએ મૂળ અમદાવાદનો તેમનો ભાણો આદિત અતુલકુમાર દવે અને બહેન શિલ્પા અતુલકુમાર મારફાતે વિદેશમાં જવા માટે વિઝા કરી આપવાનું કહ્યુ હતુ. જેના પગલે ફોન ઉપર આ બંને સાથે વાતચીત કરી હતી અને વિઝા કરી આપવા ઉપરાંત નોકરી મળી જશે તેવુ પણ કહ્યુ હતુ. જેના પગલે શરૂઆતમાં પ્રોસેસના નામે અને બાદમાં ફાઈલ સબમીશન સહિતના અનેક કામ માટે આ શખ્સોએ રૂપિયા મંગાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: સિરામિક ટાઇલ્સની ફેક્ટરીમાં દરોડા, GST કૌભાંડનો આંકડો 100 કરોડ જેટલો
વિદેશ જવાની લાલચમાં મોડાસાના યુવકે રૂ.29.45 લાખ આપ્યા
વિદેશ જવાની લાલચમાં મોડાસાના યુવકે રૂ.29.45 લાખ આપ્યા હતા. બીજી બાજુ વિદેશ મોકલવાનું કહી મોડાસાના યુવક અને તેમના પત્નીના નામના ખોટા ડોક્યુમેન્ટ્સ પણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જો કે ત્યારબાદ રૂપિયા અપાનારે પરત માંગતા વાંરવાર ખોટા વાયદા કરી છેતરપિંડી આચરી હતી. આખરે ત્રણ વ્યકિતઓ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.