યુવાનોને અક્ષતની નહીં પરંતુ નોકરીની જરૂર છે, રામ મંદિર પર RJD મંત્રીનું નિવેદન
પટના, 15 જાન્યુઆરી : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પુજીત અક્ષત ઘરે-ઘરે આપવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આરજેડીએ આ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા છે. બિહાર સરકારના શ્રમ સંસાધન મંત્રી અને આરજેડીના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર રામએ અક્ષત યાત્રાને લઈને કહ્યું કે દેશના યુવાનોને અક્ષતની નહીં પણ નોકરીની જરૂર છે. તેમજ, ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આવતીકાલે તેઓ દેશને બાળશે અને રાખ વહેંચશે. રોહતાસના ખાતે સુરેન્દ્ર રામે આ નિવેદન આપ્યું હતું.
સાથે જ, ભાજપ રામ મંદિરને લઈને આટલી બધી પ્રવૃતિઓ કરે છે, પરંતુ 2014 અને 2019માં કરેલા તેમના વચનો પૂરા થયા નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપશે. ખેડૂતોની આવક બમણી થશે. કાળું નાણું પાછું લાવશે. દરેક વ્યક્તિના ખાતામાં 15-15 લાખ રૂપિયા જમા થશે. આ તમામ વચનો પૂરા થયા નથી. યુવાનોને નોકરી નથી મળતી તો નોકરીના બદલે આ લોકો રામ મંદિરના નામે અક્ષત વહેંચી રહ્યા છે. યુવાનોને નોકરીની જરૂર છે, અક્ષતની નહીં.
રામના નામે લોકોમાં ભ્રમ
ભાજપ પર પ્રહાર કરતા આરજેડી મંત્રી સુરેન્દ્ર રામે વધુમાં કહ્યું કે તેઓ રામના નામ પર લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને તેની પાસેથી પ્રેમ અને લાગણી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણા દેશમાં જેટલા પણ શંકરાચાર્યો છે તેણે વિરોધ કર્યો હતો કે, આ રામ મંદિર, આ ધર્મ, બધું જ શંકરાચાર્યની જવાબદારી છે તેની રાજનીતિ કરીને તેઓ રામને રાજકારણની ચક્કીમાં પીસવા માંગે છે અને તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.
આ ઉપરાંત, મોદી સરકાર પર દેશની અર્થવ્યવસ્થા અંગે પ્રહાર કરતા કહ્યું કે આપણા દેશની સ્થિતિ એવી છે કે રૂપિયાની સરખામણીમાં ડોલરની કિંમત નોંધપાત્ર રીતે વધતી જાય છે. દેશમાં બેરોજગારી અને મોંઘવારી પણ વધી રહી છે. ભાજપ પાસે હવે આ દેશને વેચવા માટે બહુ કઈ બચ્યું નથી. જો બધી મિલકતો વેચીને દેશમાં કંઈ બચશે નહીં તો આ લોકો કાલે દેશને બાળીને અખંડ ફૂલ અને રાખ વેચશે. દેશના યુવાનોને અગ્નિવીરમાં બાળવાનું કામ કર્યું છે. હવે રામના નામ પર ગમે તેટલી રાજનીતિ કરો, દેશની જનતા આ બધુ જોવે છે.
આ પણ વાંચો : હિંદુત્વનો ઈતિહાસ દેશનો ઈતિહાસ – નીતિન ગડકરી