અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં જૂના ઝઘડાની અદાવતમાં યુવાનની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપી ઝડપી પાડ્યા

અમદાવાદ 6 જુલાઈ 2025: અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા યુવાનના અપહરણ અને હત્યાના ગંભીર ગુનાનું ત્રણ દિવસમાં ભેદ ઉકેલી શહેર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મૃતક ઉમંગ શૈલેષ દંતાણી (ઉંમર 24)ના ભાઈ સાથે જૂની અદાવતના કારણે આરોપીઓએ ઉમંગ સાથે ઝઘડો કરીને પહેલા તેને રિક્ષામાં બેસાડી અપહરણ કર્યું અને બાદમાં બોરડીવટનગરના મેદાનમાં લઈ જઈ લાકડાના ડંડા અને લોખંડના સળિયા વડે માર મારી હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહને રાજગેટ પાસે પાણીની પરબ પાસે મૂકી આરોપીઓ નાસી ગયા હતા.

મૃતકના માતા સંગીતાબેન દંતાણીએ ફરિયાદ દાખલ કરતાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. બાદમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને મળેલી બાતમીના આધારે નીચેના ત્રણ આરોપીઓ ઝડપાયા છે.

  1. સુમિત ઉર્ફે બિલાડી વિનોદભાઈ પટણી (ઉ.વ. 20)

  2. ઉમેશ ઉર્ફે અભણ રાજુભાઈ પટણી (ઉ.વ. 19)

  3. એક કિશોર (નામ જાહેર કરાયું નથી)

ત્રણ આરોપીઓ ફરાર:

  • રોહન ઉર્ફે ભુરીયો વિનોદભાઈ પટણી

  • આકાશ ઉર્ફે બુલો કાશભાઈ પટણી

  • પુનમ ઉર્ફે બવો શંકરભાઈ પટણી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સુમિતનું મૃતક ઉમંગના ભાઈ સૈનિક દંતાણી સાથે અગાઉથી ઝઘડો ચાલતો હતો અને આ જૂની અદાવતના કારણે અંતે ઉગ્ર ઝઘડો બની હત્યામાં ફેરવાયો હતો.

આ આરોપીઓ સામે અગાઉના પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે હવે ફરાર ત્રણેય આરોપીઓની શોધખોળ ઝડપી બનાવી છે.

આ પણ વાંચો: ધોરાજીમાં ‘સંડે ઓન સાઇકલ’ અભિયાન અંતર્ગત આયોજિત રેલીમાં કેેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આ સંદેશ આપ્યો

Back to top button