પાલનપુરના યુવાનોએ માઉન્ટ આબુના અરણી કોઠીની ગુફાઓ અને ગૌમુખ પોઇન્ટ ખાતે ટ્રેકિંગ યોજ્યું
- જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા કરાયું હતું આયોજન
- 3,700 ફૂટ ઊંચાઈ ઉપર ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું
પાલનપુર : જનસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા માઉન્ટ આબુ ખાતે લીમડી કોઠીની ગુફાઓ જે 3,700 ફૂટ ઊંચાઈ ઉપર આવેલી છે. ત્યાં ગુફાઓમાં સુંદર ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. ગુફાઓ ખૂબ જ સુંદર ,અદભુત અને રમણીય છે. ગુફાઓ પાસેના પહાડી વિસ્તારમાં સૌ મિત્રોએ જીતુભાઈ કોચના માર્ગદર્શન હેઠળ રોપ ક્લાઇમ્બિંગ અને માઉન્ટેઈનરીંગ નો અનુભવ પણ કર્યો હતો. ત્યારબાદ માઉન્ટ આબુમાં ગૌમુખ પાસે ગૌમુખ હાઈ ટ્રેકિંગ પોઇન્ટ જે 4000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે ત્યાં ટ્રેકિંગ કરવામાં આવ્યું. ત્યાંનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે. ગ્રુપના મિત્રો દ્વારા 4000 ફૂટની ઊંચાઈ ઉપર ટ્રેકિંગ કરીને “ભારત માતાકી જય” અને “વંદે માતરમ” ના નારાનો જયઘોષ કરવામાં આવ્યો હતો.
આ સાથે ઓમકાર મંત્ર નું ધ્યાન પણ કરવામાં આવ્યું હતું. ટ્રેકિંગ કરવા આવનાર દરેક મિત્રોને જનસેવા ગ્રુપ દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રેકિંગથી યુવાનો પોતાના હેલ્થ માટે જાગૃત બને છે. ટ્રેકિંગ દ્વારા યુવાનોમાં સાહસિકતાના ગુણ વિકસે છે .યુવાનો ભયમુક્ત બને છે. અને ફિટનેસ સારી બને છે . ટ્રેકિંગથી યુવાનોને જીવનમાં રફ એન્ડ ટફ બનવાની પ્રેરણા મળે છે. ટ્રેકિંગ દ્વારા પ્રકૃતિને માણવાનો, પ્રકૃતિને જોવાનો, સમજવાનો, ભગવાને બનાવેલા આ સુંદર જંગલો, પહાડી વિસ્તાર, સુંદર ગુફાઓને નીરખવાનો એક સુંદર અનુભવ મળતો હોય છે. ટ્રેકિંગ કાર્યક્રમમાં ટ્રેકિંગ કોચ અને ટ્રેનર જીતેન્દ્રકુમાર પરમાર (જીતુભાઈ) દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ સેવાઓ આપવામાં આવી હતી. તેમના દ્વારા સૌ યુવાનોને ટ્રેકિંગનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રેકિંગમાં જોડાયેલ સૌ મિત્રોએ ખૂબ જ આનંદ કર્યો હતો. આ ટ્રેકિંગ કાર્યક્રમમાં ગ્રુપના જયેશભાઈ બી. સોની ,મિતેશકુમાર સોની, હિતેશભાઈ, દિનેશભાઈ, રમેશભાઈ, શૈલેષભાઈ, ધવલભાઈ ,મનિષાબેન, હર્ષભાઈ ,વિજયભાઈ સૌ મિત્રો સાથે જોડાઈને ટ્રેકિંગ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર: ડીસાના સાઇક્લીસ્ટ નો ભારતમાં ડંકો