ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Eid પર સ્વીડનમાં મસ્જિદની બહાર યુવકે કુરાન સળગાવી, મુસ્લિમ દેશો થયા ગુસ્સે

આજે(29જૂન) પવિત્ર ઈદની દુનિયાભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ યુરોપના દેશ સ્વીડનમાં મસ્જિદની બહાર કુરાન સળગાવવાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક પ્રદર્શનકારી કુરાનને સળગાવતો અને સ્વીડિશ ધ્વજ લહેરાવતો જોવા મળે છે. આ ઉપરાંત આ યુવક કુરાનને પગ નીચે રગદોળતો જોવા મળે છે. તેની સાથે અન્ય યુવક વિડિયો બનાવતો જોવા મળે છે. આ વિડિયોને લઈને વિશ્વના વિવિધ ઈસ્લામિક દેશોએ સ્વીડન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરુ કરી દીધું છે.

આશ્ચર્યની વાત એ છે કે કુરાન સળગાવવાની ઘટના પર સ્વીડનની સરકારે વિરોધ કરનાર સામે કોઈ પગલાં લીધા ન હતા. સરકારે અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ તેને મંજૂરી આપી હતી. આ ઘટના બાદથી ઇસ્લામ ધર્મના અનુયાયીઓ સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહ્યા છે.

તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું

સૌથી પહેલા તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું. તુર્કીના વિદેશ મંત્રાલયે સ્વીડનમાં કુરાન સળગાવવાને જઘન્ય અપરાધ ગણાવ્યો છે. તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને ટ્વીટ કર્યું હતું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કોઈ ઈસ્લામિક વિરોધી પ્રદર્શન કરી શકે નહીં. અમે આ સ્વીકારીશું નહીં.

 

મુસ્લિમ બહુમતી દેશ મોરોક્કોએ પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી છે. કુરાન સળગાવવાની ઘટનાના વિરોધમાં મોરોક્કોએ સ્વીડનથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે. મોરોક્કન વિદેશ મંત્રાલયે સ્વીડનના રાજદ્વારીને પણ બોલાવ્યા અને કહ્યું હતું કે આવી ઘટનાઓને સહન કરી શકાય નહીં.

 

આ ઘટના પર મુસ્લિમ વર્લ્ડ લીગનું નિવેદન આવ્યું છે. નિવેદનમાં આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે. લીગના મહાસચિવ શેખ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાને કહ્યું હતું કે આ ઘૃણાસ્પદ કૃત્ય મુસ્લિમોની લાગણીઓને ભડકાવવાનું છે. દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ.

સ્વીડનના સ્ટોકહોમ સેન્ટ્રલ મસ્જિદની સામે બની આ ઘટના

તમને જણાવી દઈએ કે આ ઘટના સ્વીડનના સ્ટોકહોમ સેન્ટ્રલ મસ્જિદની સામે બની હતી જ્યાં બુધવારે 37 વર્ષના એક વ્યક્તિએ કુરાન ફાડીને આગ લગાવી દીધી હતી. આ અપરાધ સેંકડો લોકોની હાજરીમાં કરવામાં આવ્યો હતો જેમાંથી ઘણા કુરાન સળગાવવાનું સમર્થન કરી રહ્યા હતા. અહેવાલ અનુસાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ, સ્વીડનની સરકાર દ્વારા એક દિવસીય પ્રદર્શન માટે આ પરવાનગી આપવામાં આવી હતી. તે જ સમયે, સ્વીડનના પીએમનું નિવેદન સામે આવ્યું છે જે વિરોધમાં વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે, પોલીસ આ અંગે કોઈપણ કાર્યવાહી અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો: ચીન બાદ હવે ઈટલી મુસ્લિમોને લઈને કડક બન્યું, મસ્જિદોની બહાર નમાજ પઢવા પર પ્રતિબંધ

Back to top button