ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં જેલ સહાયકને અપશબ્દો બોલવા યુવકને પડ્યા ભારે

Text To Speech
  • યુવકે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
  • યુવકે સબંધીને વચગાળાના જામીન પર મુકત કરવાની વાત કરી હતી
  • મનન ચૌધરીને જેલસ્ટાફે પકડી રાણીપ પોલીસને સોંપ્યો હતો

અમદાવાદમાં જેલ સહાયકને અપશબ્દો બોલવા યુવકને ભારે પડ્યા છે. જેમાં કોર્ટનો હુકમ લઈ વચગાળાના જામીન પર કેદીને છોડાવવા યુવક ગયો હતો. તેમાં જેલ સ્ટાફે યુવકને પકડી રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. કોર્ટના હુકમમાં સાંજ પાંચ વાગ્યે કેદીને વચગાળાના જામીન પર છોડવાનો હુકમ હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં અનોખો કિસ્સો, પત્ની સાફસફાઈ કરતી નહીં હોવાથી પતિએ છૂટાછેડાના પેપર તૈયાર કરાવ્યા

યુવકે સબંધીને વચગાળાના જામીન પર મુકત કરવાની વાત કરી હતી

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગેટ પર ફરજ બજાવતા જેલ સહાયકને રવિવારે સવારે યુવકે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોર્ટનો હુકમ લઈને કેદીને વચગાળાના જામીન પર મુક્ત કરાવવા આવેલા યુવકે જેલ સહાયકને હુકમ આપ્યો હતો. સાંજે પાંચ વાગ્યે છોડવાનું હુકમમાં લખ્યું હોવાથી જેલ સહાયકે પછી આવવાનું કહેતાં આરોપી ઉશ્કેરાયો હતો. ફરજમાં અડચણ કરતા યુવકને જેલ સ્ટાફે પકડી રાણીપ પોલીસને સોપી ગુનો દાખલ કરાવ્યો હતો. જેલ સહાયક સાથે ફરજ બજાવી રહેલા યુવક પાસે ગાંધીનગરના સેક્ટર 13માં રહેતો મનન મુકેશ ચૌધરીનો આવ્યો હતો અને મનને જેલ સહાયકને કોર્ટનો હુકમ આપીને સબંધીને વચગાળાના જામીન પર મુકત કરવાની વાત કરી હતી.

મનન ચૌધરીને જેલસ્ટાફે પકડી રાણીપ પોલીસને સોંપ્યો હતો

કોર્ટના હુકમમાં સાંજ પાંચ વાગ્યે કેદીને વચગાળાના જામીન પર છોડવાનો હુકમ હતો. આથી, જેલ સહાયકે મનનને સાંજે 5 વાગ્યે છોડવાનો હુકમ હોવાથી કેદી પાંચ વાગ્યે છૂટશે તેમ જણાવ્યું હતું. જેલ સહાયકના જવાબથી ઉશ્કેરાયેલા મનને અપશબ્દો બોલી ધમકી આપી બહાર આવો તમને જાનથી મારી નાખવાના છે. બનાવને પગલે ફરજમાં અડચણ કરી ધમકી આપતા મનન ચૌધરીને જેલસ્ટાફે પકડી રાણીપ પોલીસને સોંપ્યો હતો.

Back to top button