મહેસાણામાં કોલેજમાં ક્રિકેટ રમતાં યુવકને હાર્ટ એટેક આવ્યો, સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યો
મહેસાણા, 21 નવેમ્બરઃ (Mehsana) ગુજરાતમાં હાર્ટ એટેકનો સીલસીલો યથાવત છે.(Heart Attack)નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે આજે મહેસાણામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું છે. (nagalpur collage)કોલેજમાં બોલિંગની નેટ પ્રેક્ટિસ કરતો હતો તે સમયે તેને દુઃખાવો ઉપડતાં અચાનક ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેના પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
બોલિંગ પ્રેક્ટિસ દરમિયાન દુઃખાવો ઉપડ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના વાઈડ એન્ગલ પાસે નાગલપુર કોલેજમાં અભ્યાસ કરતાં 20 વર્ષીય મનીષ પ્રજાપતિ નામનો યુવક આજે સવારે કોલેજમાં નેટ બોલિંગ પ્રેક્ટિસ કરવા માટે ગયો હતો. આ દરમિયાન તેને અચાનક દુઃખાવો ઉપડ્યો હતો. તેના મિત્રોએ આ બાબતની જાણ સ્પોર્ટ્સ શિક્ષકને કરી હતી. ત્યાર બાદ તેને 108 મારફતે શહેરની લાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ ભારતીય યુવાનોના અચાનક મૃત્યુ માટે કોવિડ રસી જવાબદાર નથી : અભ્યાસમાં ખુલાસો