ટ્રેન્ડિંગનેશનલ

ચાલતી ટ્રક પર યુવકે કર્યો ખતરનાક સ્ટંટ, વીડિયો જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા

Text To Speech

HD News Desk (અમદાવાદ), 06 મે 2024: સોશિયલ મીડિયાની દુનિયામાં સ્ટંટ વીડિયો ખૂબ જોવા મળે છે. ઘણા એવા સ્ટંટ વીડિયો છે જેને જોતા જ રૂવાંડા ઊભા થઈ જાય છે. એક એવો જ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોતા જ તમારો જીવ તાળવે ચોંટી જશે. ખરેખર, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ડ્રાઈવર ચાલતી ટ્રક પર સ્ટંટ કરી રહ્યો છે.

યુવકે ચાલતી ટ્રક પર જોખમી સ્ટંટ કર્યો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક ડ્રાઈવર ચાલતી ટ્રકનું સ્ટિયરિંગ છોડીને  એક દરવાજેથી ફરીને બીજા દરવાજાથી અંદર આવે છે. બીજા દરવાજામાંથી પ્રવેશ્યા પછી, તેણે ફરીથી ટ્રકનું સ્ટીયરિંગ પકડીને ટ્રક ચલાવવાનું શરૂ કરી દીધું. તેણે આ ખતરનાક સ્ટંટ ફોનના કેમેરામાં રેકોર્ડ કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રક તેજ રફ્તારથી ચાલી રહી છે અને તેમાં કોઈ શંકા નથી કે જો નાનકડી પણ ભૂલ થતી તો ભયંકર અકસ્માત થતો. યુવક આ સ્ટંટ કરીને ખુદનો જીવ જ નહીં પરંતુ રસ્તા પર દોડતા બીજા વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે. જો કે, આ વીડિયો ક્યાંયનો છે તે અંગેની કોઈ માહિતી સામે આવી નથી.

સ્ટંટ જોઈને લોકો રોષે ભરાયા

વીડિયોને X પર @PicturesFoIder નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 1 કરોડ 67 લાખ લોકોએ તેને જોયો છે. બીજી તરફ, ઘણા લોકોએ આ ખતરનાક વીડિયો જોઈને પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે આ ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો બીજા એકે લખ્યું કે, આ મૂર્ખ ડ્રાઈવર આવું કરીને પોતાનો જ નહીં પરંતુ અન્ય લોકોનો પણ જીવ લેશે. ઘણા લોકોએ આ વીડિયો પર ગુસ્સો ઠાલવ્યો છે.

આ પણ વાંચો: ફ્લાઈંગ એકેડમીના વિદ્યાર્થીઓએ દારૂના નશામાં કર્યો સ્ટંટ, ભાજપના બે વરિષ્ઠ નેતાઓના મોત, CCTV ફૂટેજ આવ્યા સામે

Back to top button