પાણીપુરી વેચતા યુવાને જૂનામાંથી મોબાઈલ ખરીદ્યો, ખિસ્સામાં રાખતા બ્લાસ્ટ થયો, અંડકોષ ફાટી ગયા


રાજગઢ, 20 માર્ચ 2025: મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બાઈક ચલાવી રહેલા એક યુવકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટવાથી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં યુવકનો પ્રાઈવેટ પાર્ટ ગંભીર રીતે ઈજા થઈ ગઈ અને બાઈકમાંથી નીચે પડી ગયો. જેનાથી તેના માથામાં ગંભીર ઈજા થઈ. ઘાયલ યુવકને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેની હાલત હવે સ્થિર છે.
સારંગપુરના રહેવાસી અરવિંદ (19) પાણીપુરીની લારી ચલાવે છે. મંગળવારે તે શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયો હતો. રસ્તામાં ઉદનખેડી નજીક પાસે બનેલા ટોલ ટેક્સ પર તેના પેન્ટમાં રાખેલો મોબાઈલ અચાનક ફાટી ગયો. મોબાઈલ બ્લાસ્ટ થતા અરવિંદનું સંતુલિન બગડી ગયું અને તે બાઈક નીચે પડી ગયો. આ દુર્ઘટનામાં તેના અંડકોષ ફાટી ગયા અને માથામાં ગંભીર રીતે ઈજા થઈ. રાહદારીઓની મદદથી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સથી સારંગપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને શાઝાપુર રેફર કરી દેવામાં આવ્યો હતો.
અરવિંદના ભાઈએ જણાવ્યું કે, તેણે હાલમાં જ એક કંપનીનો જૂનો મોબાઈલ ફોન ખરીદ્યો હતો. આખી રાત ચાર્જિંગમાં રાખ્યા બાદ તે મોબાઈલને ખિસ્સામાં રાખીને શાક માર્કેટમાં ગયો હતો. પરત ફરતી વખતે આ દુર્ઘટના થઈ ગઈ.
હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ડો. નયન નાગરે જણાવ્યું કે, અરવિંદના અંડકોષ ફાટી ગયા છે. પણ તેના જીવને કોઈ ખતરો નથી. પ્રાથમિક સારવાર બાદ તેને આગળની સારવાર માટે રેફર કરી દીધો છે.
આ પણ વાંચો: JCBથી આખું ATM મશીન ઉખાડીને લઈ ગયા ચોર, બદમાશોને શોધી રહી છે પોલીસ