ટ્રેન્ડિંગફન કોર્નરવીડિયો સ્ટોરી

હવે તો હઈ થઈ! આ માણસે ગરમાગરમ તેલમાં તળ્યાં ગુલાબના ભજીયા!

Text To Speech

HD News Desk (અમદાવાદ), 01 મે 2024: ક્યારેક સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાયરલ થઈ જાય છે કે, જેને જોતા માથું ચકરાઈ જાય છે. ક્યારેક કોઈ ચૉકલેટના ભજીયા બનાવે છે તો ક્યારે માછલીની ચા બનાવતા વીડિયો ઇન્ટરનેટ પર ફરતા રહે છે. આજકાલ એક એવો જ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો ખાવાની સાથે અજીબોગરીબ એક્સપરિમેન્ટ કરતા જોવા મળે છે. જેમાં એક વ્યક્તિ ગુલાબના ફૂલના ભજિયાને ઉકળતા તેલમાં તળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by gyani baba (@gyanibabanitesh)

યુવકે ગુલાબના ભજીયા બનાવ્યા

તમે અત્યાર સુધી ડુંગળી, પનીર અને બટેટાના ભજીયાનો સ્વાદ તો માણ્યો છે, પરંતુ શું તમે ગુલાબના ભજીયા ખાધા છે. આ વાત સાંભળીને જ નવાઈ લાગશે પરંતુ એક જણાએ તો લોકો કરતા કંઈક આગળ જ વિચારીને સીધા જ ગુલાબના ભજીયા બનાવી નાખ્યા! વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ ચણાના લોટમાં ગુલાબ નાખ્યા છે અને તે પછી તેને ગરમાગરમ તેલમાં એક પછી એક તળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ જાતજાતના રિએક્શન આપ્યા છે.

વીડિયો જોયા બાદ ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @gyanibabanitesh નામના એકાઉન્ટથી શૅર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 15 લાખ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું. અન્ય યુઝરે લખ્યું- આનો સ્વાદ હદ કરતાં વધુ ખરાબ હશે યાર… ત્રીજા યુઝરે લખ્યું- તેને હોસ્પિટલ લઈ જાઓ. એક યુઝરે લખ્યું- આ જોતાં પહેલા હું મરી કેમ ન ગયો. આમ, વીડિયોને જોયા બાદ લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પાણીપુરીને તો પાણીપુરી રહેવા દો, તેને મહેલની રાણી ન બનાવો! જૂઓ વીડિયો

Back to top button