કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

શિવરાજપુર બીચ પર પેરાગ્લાઈડિંગ કરતો યુવક નીચે પટકાયો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Text To Speech

દેવભૂમી દ્વારકા, 24 નવેમ્બરઃ (Shivrajpur beach) હાલમાં ચાલી રહેલા દિવાળી વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પ્રવાસીઓની ભીડ જામી છે.(paragliding)ભારતને તાજેતરમાં વિશ્વના બ્લુ ફ્લેગ બીચ ધરાવતા દેશોમાં સ્થાન મળ્યું છે.(young man falls) જેમાં દેશના આઠ બિચને ફ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેમાં દિવનો ઘોઘલા અને દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચનો સમાવેશ થાય છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
દિવાળીના વેકેશનમાં શિવરાજપુર બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ જામી હતી અને લોકો વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પેરાગ્લાઈડિંગ કરતી વખતે પેરાશૂટમાંથી નીચે પટકાયો હોવાની ઘટના બની હતી. આ યુવક પટકાય છે તેનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દેખાય છે કે, શિવરાજપુર બીચ પર યુવક પટકાયો હોવાના સમાચારો વાયુવેગે પ્રસરી જતાં પ્રવાસીઓમાં ડરનો માહોલ છવાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

અકસ્માતમાં યુવાનને સામાન્ય ઇજાઓ થઇ
બીચ પર યુવાન પેરાશુટ રાઇડિંગ કરી રહ્યો હતો. આ રાઇડની શરૂઆતમાં જ અચાનક પેરાશૂટમાંથી યુવાન નીચે પટકાયો હતો. આ દરમિયાન તેની માતા તેનો વીડિયો ઉતારી રહી હતી. આ વીડિયોમાં યુવાન બીચ પર પટકાતા તેની માતા બૂમો પાડતી સંભળાઇ રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આ અકસ્માતમાં યુવાનને સામાન્ય ઇજાઓ થઇ છે.

આ પણ વાંચોઃ જૂનાગઢઃ જય ગિરનારી નાદ સાથે લીલી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર

Back to top button