અમદાવાદગુજરાત

અમદાવાદમાં PGમાં રહેતા યુવકનું મોત, રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં

Text To Speech

અમદાવાદ, 17 જૂન 2024, શહેરના એલિસબ્રિજમાં PGમાં રહેતા અરૂણાચલપ્રદેશના યુવાનનું વહેલી સવારે મોત થયું છે. વિદ્યાર્થી ગઈકાલે રાતે સૂઇ ગયો હતો ત્યાર બાદ તે સવારે ઉઠ્યો જ નહોતો. જેથી તેની સાથેના વિદ્યાર્થીએ શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું કુદરતી મોત થયું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થી રાતે સૂઇ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં
શહેરમાં પ્રીતમનગર ગાર્ડન પાસે આવેલા હર્ષ એપાર્ટમેન્ટમાં ચાલતા PGમાં અરૂણાચલ પ્રદેશનો 24 વર્ષીય દિવ્યેશ બિશ્નોઈ નામનો વિદ્યાર્થી રહેતો હતો. દિવ્યેશ અમદાવાદમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે રાતે દિવ્યેશ સૂઈ ગયો હતો ત્યાર બાદ આજે સવારે મોડા સુધી ઉઠ્યો નહોતો. જેથી તેની સાથેના વિદ્યાર્થીએ દિવ્યેશને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ઉઠ્યો નહોતો અને મૃત્યું થયું હોવાની જાણ થઈ હતી. તેના મિત્રએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
બનાવની જાણ થતાં એલિસબ્રિજ પોલીસ PGમાં પહોંચી હતી. પોલીસે સૌ પ્રથમ આત્મહત્યા અંગે તપાસ કરી હતી. પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં કુદરતી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મોતના ચોક્કસ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષના યુવાને છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું

Back to top button