યુવા નેતાએ ચાલુ કર્યો દારુની હેરાફેરીનો ધંધો, જાણો કોણ છે આ બુટલેગર


- આ વાત છે દેડિયાપાડાના ભાજપના તાલુકા યુવા મોરચા મહામંત્રી અજય વસાવાની, જેઓ કારમાં દારુની હેરાફેરી કરતા પકડાયા છે.
- પોલીસે બાતમીના આધારે પકડ્યા ભાજપના નેતાને દારુની હેરાફેરી કરતાં, 2.40 લાખનો દારુ હોવાનું મળ્યું જાણવા.
નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ભાજપના તાલુકા યુવા મોરચાના મહામંત્રી ગાડીમાં હેરાફેરી કરતાં પકડાયા છે. તેઓ તેમની સાથે બીજા પણ બે શખ્સોનો સાથ લઈને કારમાં વિદેશી દારુની હેરાફેરી કરતાં પોલીસના હાથે ઝડપાયા છે.

યુવા નેતા સહિત 3 ની ધરપકડ:
મળતી માહિતી પ્રમાણે દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીઆઈએ બાતમીના આધારે બયડી ગામથી મગરદેવ જવાના રસ્તે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી નીકળતી એક કારને રોકવામાં આવી હતી. જેની તપાસ કરતા અંદર દેડિયાપાડા તાલુકા ભાજપના યુવા મોરચાના મહામંત્રી અજય વસાવા બેઠેલા હતા તથા તેમની સાથે કારમાં અન્ય બે વ્યક્તિ પણ હાજર હતા. કારની તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 2.40 લાખ રૂપિયા જેટલી થાય છે.
કાર્યવાહી દરમિયાન પોલીસે 8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:
આ સાથે જ પોલીસે રૂ.90 હજારની કિંમતના 3 મોબાઈલ પણ મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ, ફોન તથા કાર સહિત 8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ભાજપના યુવા મોરચાના મહામંત્રી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી અને તેમની વિરુદ્ઘ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: જામનગર : રોડ પર ગરબા રમવા પડ્યા ભારે, પોલીસે સંચાલક અને કોરિયોગ્રાફરની કરી અટકાયત