ચપટી વગાડતા જ પહોંચી જશો ગુજરાતથી ન્યૂયોર્ક…
દક્ષિણ આફ્રિકા, 05 જાન્યુઆરી : તમે અમુક ધાર્મિક સિરિયલ કે હોલીવુડ ફિલ્મોમાં લોકો અચાનક ગાયબ થઈ જતા અને કોઈ બીજી જગ્યાએ પહોંચી જતા જોયા હશે. વિજ્ઞાનીઓનો દાવો છે કે હવે આ શક્ય છે. તેણે આ દિશામાં વધુ એક પગલું ભર્યું છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે હોલીવુડની ફિલ્મ સ્ટાર ટ્રેક જેવી ટેક્નોલોજીથી આ શક્ય છે.
વિજ્ઞાનીઓની એક આંતરરાષ્ટ્રીય ટીમે એવું કર્યું છે જે ભવિષ્ય માટે વરદાન સાબિત થશે. તમે ઘણી ધાર્મિક સિરિયલો અથવા Sci-Fi ફિલ્મોમાં જોયું હશે કે કેવી રીતે વ્યક્તિ પળવારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. તે પણ ટ્રેન, બસ કે પ્લેનમાં મુસાફરી કર્યા વિના. હવે આ શક્ય બની શકે છે.
આ માટે વિજ્ઞાનીઓની ટીમે એક ફોટો ફિઝિકલી મોકલ્યા વિના ટેલિપોર્ટ કર્યો. તે પણ માત્ર એક જ નહીં પરંતુ ઘણાં વિવિધ નેટવર્ક દ્વારા. જ્યાં પણ ફોટો મોકલવામાં આવ્યો, ફોટોમાં કોઈપણ નુકસાન વગર ફોટો ત્યાં પહોંચી ગયો હતો. નિષ્ણાતો કહે છે કે આ એક અત્યાધુનિક ટેકનોલોજી છે. જે ક્વોન્ટમ કોમ્યુનિકેશન દ્વારા ચિત્રોને ટેલિપોર્ટ કરી શકે છે.
જોહાનિસબર્ગની યુનિવર્સિટી ઓફ વિટવોટર્સરેન્ડ અને સ્પેનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોટોનિક સાયન્સના સંશોધકોના કહ્યા મુજબ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન દ્વારા આપણે ફોટોગ્રાફ્સને ભૌતિક રીતે મોકલ્યા વિના ટેલિપોર્ટ કરી શકીએ છીએ. ક્વોન્ટમ કોમ્યુનિકેશનમાં કોઈપણ માહિતી 1S અને 0S માહિતીના સ્વરૂપમાં મોકલવામાં આવે છે.
આવા ટેલિપોર્ટેશન માટે શું જરૂરી છે?
આ ટેલિપોર્ટેશનને પૂર્ણ કરવા માટે તેજસ્વી લેસર લાઇટની જરૂર હોય છે જેના દ્વારા નોનલાઇનર ડિટેક્ટરને સક્રિય કરી શકાય. આની મદદથી માહિતી મોકલનાર જાણી શકે છે કે શું મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ તે જરૂરી નથી કે તે તેને શારીરિક રીતે મોકલે. જેમ કે તમારી ફિંગરપ્રિન્ટ તમારી પાસે રહે છે પરંતુ તમારી પ્રિન્ટ તમારી બેંક સુધી પણ પહોંચે છે અને આધાર કાર્ડમાં પણ આવે છે.
વ્યક્તિનો ચહેરો અથવા ફિંગરપ્રિન્ટ પણ મોકલી શકાય
વિજ્ઞાનિઓએ આ 1S અને 0S આલ્ફાબેટ્સને વિસ્તૃત કરવા માટે ક્વોન્ટમ ઓપ્ટિક્સનો ઉપયોગ કર્યો છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં આના દ્વારા ફિંગરપ્રિન્ટ્સ અથવા કોઈપણ માનવ અથવા પ્રાણીના ચહેરા પણ મોકલી શકાય છે. વિજ્ઞાનિઓના મત મુજબ આ ટેલિપોર્ટેશન પ્રેરિત રૂપરેખાંકન (Teleportation-Inspired Configuration) છે.
માહિતી મોકલવા માટે માધ્યમ
Teleportation-Inspired Configuration એટલે કે કોઈ માહિતી ભૌતિક રીતે મુસાફરી કરતી નથી. જેમ સ્માર્ટફોન અથવા ટીવી બ્રોડકાસ્ટમાં થાય છે. પ્રોફેસર એન્ડ્રુ ફોર્બ્સે જણાવ્યું કે પરંપરાગત રીતે આ માહિતી બે કોમ્યુનિકેટિંગ પક્ષો વચ્ચે ભૌતિક રીતે પસાર થાય છે. ફોન અથવા ટીવી દ્વારા, પરંતુ ક્વોન્ટમ વર્લ્ડમાં આવું થતું નથી.
માહિતી નેટવર્ક વગર થશે ટેલિપોર્ટ
પ્રો. ફોર્બ્સ કહે છે કે હવે શક્ય છે કે તમે કોઈપણ માહિતી ટેલિપોર્ટ કરી શકો છો. તે પણ તેને કોઈપણ નેટવર્ક પર ભૌતિક રીતે મોકલ્યા વિના. સ્ટાર ટ્રેક ફિલ્મોમાં બતાવ્યા પ્રમાણે ગુજરાતમાં બેઠેલી વ્યક્તિ ન્યૂયોર્કમાં પણ હાજર રહી શકે છે. તે પણ કોઈપણ નેટવર્કનો ઉપયોગ કર્યા વગર. અહીં માહિતી નોનલિનિયર ઓપ્ટિકલ ડિટેક્ટર દ્વારા આવતી-જતી રહે છે. આ ઉપકરણ કોઈપણ પેટર્ન જેવી કે ફિંગરપ્રિન્ટ અથવા ચહેરો મોકલવા માટે વધારાના ફોટોન્સને દૂર કરી દે છે.
આ પણ વાંચો : આ વર્ષે પૂર્ણ સૂર્યગ્રહણ સહિત 4 ગ્રહણ, જાણો ભારતમાં કેટલા દેખાશે?