- ગત વર્ષે 7 મહિનામાં રૂ. 31,171 કરોડની આવક થઈ હતી
- ઓક્ટોબરમાં SGSTની આવકમાં રૂ. 290 કરોડનો વધારો નોંધાયો
- 7 મહિનામાં SGST વિભાગની આવક રૂ. 37,216 કરોડ થઈ
ગુજરાતમાં ઓક્ટોબર સુધીમાં SGST અને VAT આવક જાણી દંગ રહેશો. જેમાં ઓક્ટોબરમાં SGSTની રૂ. 5,216 કરોડની આવક થઇ છે. તથા VAT સહિત કુલ 7,831 કરોડ આવક થઇ છે. તેમજ ઓક્ટોબર સુધીમાં SGST, VAT સહિત કુલ રૂ. 64,816 કરોડની આવક થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળીના તહેવારમાં રેશનિંગનું અનાજ નહી મળવાની શક્યતા, જાણો કેમ
ગત વર્ષે 7 મહિનામાં રૂ. 31,171 કરોડની આવક થઈ હતી
ચાલુ વર્ષમાં SGSTની આવક છઠ્ઠીવાર રૂ.5,000 કરોડને વટાવી ગઈ છે. ગત વર્ષે 7 મહિનામાં રૂ. 31,171 કરોડની આવક થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં છઠ્ઠી વાર સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગની આવક રૂ. 5,000 કરોડને વટાવી ગઈ છે અને ઓક્ટોબર મહિનામાં SGST વિભાગની આવક રૂ. 5,216 કરોડને પહોંચી ગઈ છે. રાજ્યની SGSTની રૂ. 5,216 કરોડ અને ફછ્ની રૂ. 2,615 કરોડ સહિત ઓક્ટોબર મહિનામાં કુલ રૂ. 7,831 કરોડની આવક થઈ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં SGST વિભાગની આવક રૂ. 4,926 કરોડ થઈ હતી. આમ, ગત વર્ષે ઓક્ટોબરમાં થયેલી SGST વિભાગની આવકની સરખામણીએ ચાલુ વર્ષે ઓક્ટોબરમાં SGSTની આવકમાં રૂ. 290 કરોડનો વધારો નોંધાયો છે.
7 મહિનામાં SGST વિભાગની આવક રૂ. 37,216 કરોડ થઈ
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 7 મહિનામાં SGST વિભાગની આવક રૂ. 37,216 કરોડ થઈ છે. ગત વર્ષે 7 મહિનામાં રૂ. 31,171 કરોડની આવક થઈ હતી. આમ, ચાલુ વર્ષે આ સમયગાળામાં SGST વિભાગની આવકમાં રૂ. 6,045 કરોડનો એટલેકે 19 ટકાનો વધારો નોંધાયો છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ઓક્ટોબર મહિના સુધીમાં ગુજરાતને SGST અને વેટની કુલ રૂ. 64,816 કરોડની આવક થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને આપવામાં આવેલા 1,05,850 કરોડના લક્ષ્યાંકના 61 ટકા વસૂલાત થયાાનું જાણવા મળે છે.