મૃતદેહ પાસે ખાલી બેસવાનો પણ પગાર મળશે, બોલો કરવું છે એપ્લાય? તો વાંચો આ
ચીન, 27 ડિસેમ્બર, દુનિયાભરમાં રૂપિયા કમાવાની અજીબોગરીબ રીત છે. હવે આ જોબ જ જોઇ લો. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક અનોખી જોબ ઓફરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ નોકરીની ઓફર વિશ્વના બીજા સૌથી વધુ વસ્તીવાળા દેશ ચીનથી આવી છે, જ્યાં તમને 10 મિનિટ સુધી મૃતદેહની પાસે બેસવા માટે 25 હજાર રૂપિયા પગાર મળશે. માનવામાં નહિ આવે પરંતુ આ સાચું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ આત્માને ઉશ્કેરતી નોકરીની જાહેરાતે લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે.
ઘણા લોકો નોકરી અને પગારદાર તરીકે કામ કરવાની જગ્યાએ પોતાની પસંદની કોઇ જોબ કે વ્યવસાય કરવા માંગતા હશે. પણ શું તમે સાંભળ્યું છે કે મૃતદેહ પાસે બેસી રહેવાના પણ પૈસા આપવામાં આવે છે અને આવિ જોબ પણ આ દુનિયામાં છે. આ નોકરી માટેની જાહેરાત 11 ડિસેમ્બરે પ્રકાશિત કરવામાં આવી હતી. Rushan Jhinmike Human Resource Corporation Limited કંપનીએ આ જોબ ઓફર જારી કરી છે.
જોબ કાયમી કરવા શું કરવું?
આ નોકરી કરવા માટે અરજદારે 10 મિનિટ સુધી અત્યંત ઠંડા વાતાવરણમાં મૃતદેહ પાસે બેસવાનું રહેશે. આ સાથે, આ નોકરી માટે લાયક 45 વર્ષ સુધીના અરજદારની માનસિક અને શારીરિક કસોટી પણ થશે. અને 24 કલાકની શિફ્ટ હશે. ફ્રીઝિંગ ટેસ્ટની સાથે, અરજદારની બેકગ્રાઉન્ડ ચેક, મેડિકલ ચેકઅપ અને પછી ઇન્ટરવ્યૂ પણ થશે. નોકરી મળ્યા પછી, તેઓએ 6 મહિનાનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ કરવાનો રહેશે, ત્યારબાદ તેમની નોકરી યોગ્યતાના આધારે કાયમી થઈ જશે. સાથે જ આ કામ માટે રૂશન રાશિના લોકોને વિશેષ શ્રેણીમાં રાખવામાં આવશે.
આ જોબ માટે ફોર્મ ભરવાની ફી 853 રૂપિયા છે, જ્યારે રુશનના લોકો માટે તે ફ્રી છે. તે જ સમયે, 25 હજાર રૂપિયાના પગાર સિવાય, નાઇટ શિફ્ટ કરનારાઓને વધારાના પૈસા મળશે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી આ જાહેરાત જોઈને ઘણા લોકો હસી રહ્યા છે અને ઘણા કહી રહ્યા છે કે આ નોકરી માટે કોઈ લાચાર વ્યક્તિ જ અરજી કરશે.
આ પણ વાંચો..કંડક્ટરની પરીક્ષાના ST-SC ઉમેદવારો માટે રાહતના સમાચાર, જાણો તમને કઈ સુવિધા મળશે?