સુરત એરપોર્ટ પર ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક યાત્રી મળી કુલ ૯૪૦૧૩ યાત્રીઓની અવરજવર રહી હતી. ડોમેસ્ટિક ૮૯૭પ૬ અને ઇન્ટરનેશનલ ૪૨૫૭ યાત્રીઓ એરપોર્ટ પર નોંધાયા હતા. ફેબ્રુઆરી મહિનામાં ડોમેસ્ટિક યાત્રીઓની સંખ્યા જાન્યુઆરી કરતાં ઘટી હતી.
આ પણ વાંચો:રેર કેસ : મસલ્સના TBથી કિશોરીને છાતીમાં કાણું પડતા ધબકતું ‘હૃદય’ દેખાયુ!
જાન્યુઆરી મહિનામાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૯૨૦૦૭ યાત્રીઓ નોંધાયા
એરપોર્ટનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સુરત એરપોર્ટ પર વિમાનો બંધ થવા અને શરૂ થવાનો સિલસિલો ચાલુ છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં સુરતથી અન્ય એરપોર્ટ પર અવરજવર કરનારા કુલ ૯૪૦૧૩ યાત્રીઓ નોંધાયા હતા. જેમાં સુરત-શારજાહની ફ્લાઇટના ૪૨૫૭ યાત્રીઓ પણ શામેલ છે. ગત જાન્યુઆરી મહિનામાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૯૨૦૦૭ યાત્રીઓ નોંધાયા હતા.
આ પણ વાંચો:ભરૂચ: મુંબઈ તરફ્ની બંને તરફનો ટ્રેન વ્યવહાર થંભી ગયો
સુરત એરપોર્ટથી કેટલીક ફ્લાઇટ બંધ થઇ
જાન્યુઆરી મહીના કરતા ફેબ્રુઆરીમાં ડોમેસ્ટિક ૨૨૫૧ યાત્રીઓનો ઘટાડો થયો હતો. કાર્ગો મૂવમેન્ટની વાત કરીએ તો સુરત એરપોર્ટ પર ફેબ્રુઆરી મહિનામાં ૩૩૩ મેટ્રીક ટન કાર્ગોની મૂવમેન્ટ રહી હતી. ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ પર હાલ મોટા પાયે ડેવલપમેન્ટના કાર્યો ચાલુ છે. ગત દિવસોમાં સુરત એરપોર્ટથી કેટલીક ફ્લાઇટ બંધ થઇ હતી, જેની સામે નવી ફ્લાઇટો પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં વૃક્ષારોપણના AMCના દાવા પોકળ, જાણો શું છે સત્ય
વિમાની કંપનીઓ સુરતથી નવી ફ્લાઇટ શરૂ કરે તેવી સંભાવના
સુરત એરપોર્ટ પર નવા છ એપ્રન શરૂ થતા વહેલી સવારે અને મોડી રાતની ફ્લાઇટો માટે પણ વિકલ્પ ઊભો થયો છે. સાથે સાથ સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ, પેરેલલ ટેક્સી ટ્રેક સહિતના કાર્યો પૂર્ણ થયા બાદ વિમાની કંપનીઓ સુરતથી નવી ફ્લાઇટ શરૂ કરે તેવી સંભાવના છે.