ગુજરાત સહિત ભારતમાં હોમ ઇન્સ્યોરન્સ લેનારાનું પ્રમાણ જાણી રહેશો દંગ
- કારનો વીમો લે છે પણ 50 લાખના ઘરનો ઇન્સ્યોરન્સ લેવામાં ઉદાસીનતા
- મકાન કે ઘરની વસ્તુઓને થતા નુકસાનનું કવરેજ લેવાનું કોઈ વિચારતું જ નથી
- કોરોના બાદ હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો
ગુજરાત સહિત ભારતમાં હોમ ઇન્સ્યોરન્સ લેનારાનું પ્રમાણ જાણી દંગ રહેશો. જેમાં લોકો કારનો વીમો લે છે પણ 50 લાખના ઘરનો ઇન્સ્યોરન્સ લેવામાં ઉદાસીનતા દાખવે છે. ગુજરાત સહિત ભારતમાં હોમ ઇન્સ્યોરન્સ લેનારાનું પ્રમાણ માત્ર 1-2% છે. કુદરતી આફત, આગ સહિતની ઘટનાઓમાં મકાન કે ઘરની વસ્તુઓને થતા નુકસાનનું કવરેજ લેવાનું કોઈ વિચારતું જ નથી.
આ પણ વાંચો: 77માં સ્વાતંત્રતા પર્વની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ ખાતે ઉજવણી કરી
કોરોના બાદ હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો
કોરોના બાદ હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત વીતેલા અમુક વર્ષોમાં જીવન વીમો લેનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં ભારે વરસાદના પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ ઉભી થઇ હતી. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને મકાન સહિત ઘર વખરીને મોટું નુકસાન ગયું હતું. આ નુકસાનીનું વળતર મળતું નથી, કારણ લોકો પાસે હોમ ઇન્સ્યોરન્સ હોતો નથી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં G-20 દેશોના આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે
મકાન કે ઘરની વસ્તુઓને થતા નુકસાનનું કવરેજ લેવાનું કોઈ વિચારતું જ નથી
કુદરતી આફ્ત, આગ લાગવી કે અન્ય આવી જ કોઈ ઘટનાઓમાં મકાન કે ઘરની વસ્તુઓને થતા નુકસાનનું કવરેજ લેવાનું કોઈ વિચારતું જ નથી. એક ફાઇનાન્સિયલ સર્વિસીઝના વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે, લોકો પોતાની રૂ.5 લાખની કારનો વીમો લે છે પણ રૂ. 50 લાખના ઘરનો વીમો ઉતરાવવાનું ક્યારેય વિચારતા જ નથી. જેમ કોરોના બાદ હેલ્થ વીમો લેનારાઓની સંખ્યામાં વધારો થયો તેવી જ રીતે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પ્રોપર્ટીનો ઇન્સ્યોરન્સ લેનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ હતી. જોકે, બાદમાં લોકો આ બાબતે ઉદાસીન બન્યા છે.