ગુજરાત

ગુજરાતની SGSTની જુલાઈ, 2023ની આવક જાણી રહેશો દંગ

Text To Speech
  • કેન્દ્રના રૂ.9,021 કરોડના વળતર સહિત જુલાઈમાં કુલ રૂ.16,858 કરોડની આવક
  • ચાલુ વર્ષે સતત 7 મહિને SGSTની આવક રૂ.5,000 કરોડને પાર ગઈ
  • ગત જુલાઈની આવકની તુલનાએ 16 ટકા વધારો થયો

ગુજરાતની SGSTની જુલાઈ, 2023ની આવક જાણી દંગ રહેશો. જેમાં એસજીએસટીની જુલાઈમાં રૂ.5, 210 કરોડની આવક થઇ છે. તેમજ ગત જુલાઈની આવકની તુલનાએ 16 ટકા વધારો થયો છે. સતત 7 મહિનાથી SGSTની આવક રૂ. 5,000 કરોડને પાર થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ માટે આગાહી કરાઇ, જાણો કયા વિસ્તારોમાં થશે જળબંબાકાર

કેન્દ્રના રૂ. 9,021 કરોડના વળતર સહિત જુલાઈમાં કુલ રૂ. 16,858 કરોડની આવક

VATની રૂ. 2,627 કરોડની આવક થઇ છે. તેમજ કેન્દ્રના રૂ. 9,021 કરોડના વળતર સહિત જુલાઈમાં કુલ રૂ. 16,858 કરોડની આવક થઇ છે. ગુજરાતની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)ની આવક જુલાઈ, 2023માં રૂ. 5,210 કરોડ થઈ છે. કેન્દ્ર તરફથી ગુજરાતને GSTના વળતર પેટે મળતી રૂ. 9,021 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આમ, જુલાઈ, 2024માં કેન્દ્રના વળતર અને SGSTની આવક સહિત ગુજરાતની કુલ આવક રૂ. 16,858 કરોડ થઈ છે. ગત વર્ષે જુલાઈમાં SGSTની આવક રૂ.4,476 કરોડ થઈ હતી. આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ જુલાઈમાં SGSTની આવકમાં રૂ. 824 કરોડ એટલેકે 16 ટકાનો વધારો નોંધાયો છે.

ચાલુ વર્ષે સતત 7 મહિને SGSTની આવક રૂ. 5,000 કરોડને પાર ગઈ

ચાલુ વર્ષે સતત 7 મહિને SGSTની આવક રૂ. 5,000 કરોડને પાર ગઈ છે. એપ્રિલ મહિનામાં SGSTની આવક સૌથી વધુ રૂ. 6,499 કરોડ થઈ હતી. જૂન, 2023માં SGSTની આવક રૂ. 5,070 કરોડ થઈ હતી. ગુજરાત સહિત દેશભરમાં વેલ્યુ એડેડ ટેક્સ (VAT) નાબૂદ કરીને GST અમલમાં મૂકવામાં આવ્યો છે. જોકે, પેટ્રોલિયમ પેદાશો, ગેસ, આલ્કોહોલને GSTમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને તેના પર પર હજુયે VAT અમલી છે. ગુજરાતને જુલાઈ, 2023માં VATની . 2,627 કરોડની આવક થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમ ચાર મહિનામાં રૂ. 42,416 કરોડની આવક થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે રાજ્ય વેરા વિભાગને ફાળવાયેલા રૂ.1,05,876 કરોડના લક્ષ્યાંકના 40 ટકા આવક થઈ હોવાનું જાણવા મળે છે.

Back to top button