અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રોપર્ટીના દસ્તાવેજની આવક જાણી રહેશો દંગ
- 2024માં દસ્તાવેજની સંખ્યા વધવાની આશા
- 2023માં પ્રોપર્ટીના દસ્તાવેજની 663 કરોડ વધુ આવક થઇ
- શીલજ, હાથીજણ, નવા નરોડાથી લઇ પૂર્વના અનેક વિસ્તારોમાં નવી પ્રોપર્ટી ઉભી થઇ
અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રોપર્ટીના દસ્તાવેજની આવક જાણી દંગ રહેશો. જેમાં પ્રોપર્ટીના દસ્તાવેજમાં સરકારને ગયા વર્ષ કરતાં રૂ. 663 કરોડની વધુ આવક થઇ છે. ગત વર્ષે રૂ. 2,129 કરોડના દસ્તાવેજ સામે આ વર્ષે 2,792 કરોડના દસ્તાવેજ થયા છે. ચાલુ વર્ષે સરેરાશ રોજના 607 દસ્તાવેજો થયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં IPSની પત્નીના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ થયો
2023માં પ્રોપર્ટીના દસ્તાવેજની 663 કરોડ વધુ આવક થઇ
આગામી 2024માં દસ્તાવેજની સંખ્યા વધવાની આશા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં એપ્રિલથી 28મી નવેમ્બર, 2022માં 196021 દસ્તાવેજની 2129 કરોડ અને વર્ષ 2023માં 221598 દસ્તાવેજની 2792 કરોડ આવક થઇ છે. આ સમયગાળામાં 2022ની તુલનામાં 2023માં પ્રોપર્ટીના દસ્તાવેજની 663 કરોડ વધુ આવક થઇ છે. ગતવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 14 ટકા વધુ દસ્તાવેજ થયા છે. ચાલુ વર્ષે નવેમ્બર મહિના સુધીમાં પ્રતિદિન પ્રોપર્ટીના 607 દસ્તાવેજ થયા છે. રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બનશે તો આગામી 2024માં દસ્તાવેજની સંખ્યા વધવાની આશા છે.
આ પણ વાંચો: ગુજરાત માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જાણો કયા ખબક્યો વરસાદ
એક ટકો રજિસ્ટ્રેશન ફી પ્રમાણે 423 કરોડ આવક થઇ
સરકારને ચાલુવર્ષે એપ્રિલથી 28મી નવેમ્બર મહિના સુધીમાં એક ટકો રજિસ્ટ્રેશન ફી પ્રમાણે 423 કરોડ આવક થઇ છે. વર્ષ 2022માં 324 કરોડની આવક થઇ હતી. એટલેકે ગતવર્ષની તુલનામાં પણ રજિસ્ટ્રેશન ફીની 99 કરોડ આવક વધુ થઇ છે. ચાલુવર્ષે સૌથી વધુ 21481 દસ્તાવેજ સોલામાં અને સૌથી ઓછા 5996 દસ્તાવેજ વેજલપુરમાં થયા છે. સરકારને એક ટકો રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટી મળી એપ્રિલથી 28મી નવેમ્બર સુધીના સમયગાળામાં વર્ષ 2021માં 164055 દસ્તાવેજની 1734 કરોડ, વર્ષ 2022માં 196021 દસ્તાવેજની 2129 કરોડ અને વર્ષ 2023માં 221598 દસ્તાવેજની 2792 કરોડ આવક થઇ છે.
શીલજ, હાથીજણ, નવા નરોડાથી લઇ પૂર્વના અનેક વિસ્તારોમાં નવી પ્રોપર્ટી ઉભી થઇ
નામાંકિત બિલ્ડરોના જણાવ્યા અનુસાર આવક વધવાના મુખ્ય કારણોમાં અમદાવાદના છેવાડના વિસ્તારો વધુ ડેવલપ થઇ રહ્યા છે. સોલા, બોપલ, શીલજ, હાથીજણ, નવા નરોડાથી લઇ પૂર્વના અનેક વિસ્તારોમાં નવી પ્રોપર્ટી ઉભી થઇ છે. કોરોના પછી માર્કેટ વેગવંતુ બનતા લોકોએ ફ્રી પ્રોપર્ટીમાં રોકાણ શરૂ કરી દીધું છે. આ ઉપરાંત રિડેવલપમેન્ટના વધતાં પ્રોજેકટને લીધે દસ્તાવેજની સંખ્યામાં વધારો નોંધાયો છે. સાથો સાથ સરકારે એક ટકો રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયુટીની આવકમાં પણ વધારો નોંધાયો છે. ગુજરાત હાઉસીંગ બોર્ડની સ્કીમોમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બનશે તો આગામી 2024માં સરકારની આવકમાં વધારો થશે.