ગુજરાત

PM-JAY યોજના અંતર્ગત જિલ્લામાં એક વર્ષમાં ક્લેઈમ મંજુરીનો આંકડો જાણી રહેશો દંગ

  • ગાંધીનગરમાં 19 પ્રાઈવેટ અને 42 સરકારી મળી કુલ 61 જેટલી હોસ્પિટલો
  • PM-JAY યોજના અંતર્ગત જિલ્લામાં એક વર્ષમાં 9966 ક્લેઈમ મંજુર
  • નાગરિકોને કાર્ડ અંતર્ગત 5 ને બદલે 10 લાખ સુધીનું આરોગ્ય કવચનો લાભ

PM-JAY યોજના અંતર્ગત જિલ્લામાં એક વર્ષમાં 9966 ક્લેઈમ મંજુર થયા છે. જેમાં રૂપિયા 25.89 કરોડ ચૂકવાયા છે. તેમાં 19 પ્રાઈવેટ હોસ્પિટલમાં 23.29 કરોડ, 42 સરકારીમાં 2.60 કરોડના ક્લેઈમ થયા છે. હવે નાગરિકોને કાર્ડ અંતર્ગત 5 ને બદલે 10 લાખ સુધીનું આરોગ્ય કવચનો લાભ મળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગના PIL મામલે હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો નિર્ણય 

ગાંધીનગરમાં 19 પ્રાઈવેટ અને 42 સરકારી મળી કુલ 61 જેટલી હોસ્પિટલો

એક વર્ષના સમયગાળામાં 25.89 કરોડના કુલ 9966 જેટલા ક્લેઈમ મંજૂર થયા છે. PMJAY યોજના અંતર્ગત ગાંધીનગરમાં એક વર્ષના સમયગાળામાં 25.89 કરોડના કુલ 9966 જેટલા ક્લેઈમ મંજૂર થયા છે. જેમાં સરકારી હોસ્પિટલના 2.60 કરોડના 2502 ક્લેઈમ જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલના 23.29 કરોડના 7464 ક્લેઈમનો સમાવેશ થાય છે. યોજના અંતર્ગત ગાંધીનગરમાં 19 પ્રાઈવેટ અને 42 સરકારી મળી કુલ 61 જેટલી હોસ્પિટલો જોડાયેલી છે.

રાજ્યના નાગરિકોને 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ

PMJAY-મા યોજના અંતર્ગત 11 જુલાઈથી રાજ્યના નાગરિકોને 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળે છે. ત્યારે ગાંધીનગરમાં જુલાઈ-2022થી 11 જુલાઈ 2023 સુધી 25.89 કરોડના 9966 ક્લેઈમ મંજૂર થયેલા છે. જે માત્ર ગાંધીનગર જિલ્લાની હોસ્પિટલમાં થયેલી સારવારનો આંકડો છે. જિલ્લાના નાગરિકોએ બહારની હોસ્પિટલોમાં પણ અનેક દર્દીઓએ સારવાર લીધેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સામાન્ય નાગરિકો માટે શરુ કરાયેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના ગણાય છે. જેમાં દેશના પ્રત્યેક ગરીબ નાગરિકોને બીમારીઓથી લઈને મોટા ઓપોરેશન સહિતમાં વિનામૂલ્યે સારવાર મળે છે.

યોજના અંતર્ગત 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ અપાય છે

યોજના અંતર્ગત 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ અપાય છે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સિઝેરીયન ડિલિવરી, ડાયાલીસીસી, સ્પાઈન સર્જરી, બ્રેન ટયુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ પ્રકારની સર્જરીઓનો સમાવેશ કરાયો છે. સામાન્ય પરિવાર પર આકસ્મિક બિમારીની સારવારનો ખર્ચ આવી પડતાં આખા પરિવારને તેની અસર થાય છે. જેને પગલે આવા પરિવારોને મદદ મળી રહે તે માટ યોજનાની શરુઆત કરાઈ હતી.

Back to top button