- પાંચ વર્ષમાં કુલ રૂ. 21,131 કરોડથી વધારે ટેક્સની વસૂલાત થઇ
- કરોડોના ઉઘરાણાં છતાં કમર ભાંગી નાખે તેવા રસ્તા
- 49 ટોલટેક્સના બૂથ પર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો
ગુજરાતમાં નેશનલ હાઈવે પર પાંચ વર્ષમાં ટોલટેક્સની કમાણી જાણી દંગ રહેશો. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવે પર પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે 21 હજાર કરોડથી વધુ કમાણી થઇ છે. કરોડોના ઉઘરાણાં છતાં કમર ભાંગી નાખે તેવા રસ્તાથી હાલાકી થઇ રહી છે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના ધારાસભ્યનું facebook એકાઉન્ટ હેક થયું
પાંચ વર્ષમાં કુલ રૂ. 21,131 કરોડથી વધારે ટેક્સની વસૂલાત થઇ
49 ટોલટેક્સ બૂથ પર થોડા સમય પહેલાં ભાવવધારો ઝીંકાયો હતો. હાઈવેને લઈ કેન્દ્ર સરકારની ઉંઘ ક્યારે ઉડશે તેવા પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતના નેશનલ હાઈવે ઉપર છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ. 21,131 કરોડથી વધારે ટેક્સની વસૂલાત કરવામાં આવી છે. ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગના 49 ટોલ બૂથ પરથી વાહન ચાલકો પાસેથી 4200 કરોડ જેટલો વાર્ષિક તગડો ટોલટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી વાહન ચાલકોની સુરક્ષાને લઈ બેદરકાર છે, કરોડોના ટોલટેક્સ છતાં કમર ભાંગી નાખે તેવા હાઈવેને લઈ કેન્દ્ર સરકારની ઉંઘ ક્યારે ઉડશે તેવા પ્રશ્નો ઊભા કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના લોકોની સુવિધા માટે તમામ સિવિક સેન્ટરો બાબતે લેવાયો મોટો નિર્ણય
49 ટોલટેક્સના બૂથ પર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો
તાજેતરમાં જ ગુજરાતના તમામ 49 ટોલટેક્સના બૂથ પર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે, છેલ્લા પાંચ વર્ષમાં દેશની ટોલટેક્સની આવકમાં 60 ટકાનો વધારો થયો છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરી માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી વર્ષ 2022 23માં ટોલટેક્સથી 48,028.22 કરોડ જેટલી માતબર રકમ વસૂલાઈ છે, જેમાંથી પચાસ ટકા ટોલટેક્સ તો માત્ર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તામિલનાડુના નેશલ હાઈવે પરથી ઉઘરાવવામાં આવ્યો છે. નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં ગાબડાં પડયા છે, જે વાહન ચાલકો માટે અકસ્માતના ખાડા બની ગયા છે. આ ખાડાને લીધે ઓવરટેક કરનાર વાહન ચાલક અકસ્માત નોતરે છે, જેમાં માનવ જિંદગી પણ હોમાઈ રહી છે.