ગુજરાત

ગુજરાતમાં GSTની ચાલુ વર્ષની આવક જાણી રહેશો દંગ

Text To Speech
  • રાજ્યને વેટ હેઠળ 3,0061 કરોડની આવક થઇ છે
  • અગાઉ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં સૌથી ઉંચી આવક થઇ હતી
  • જીએસટીના અમલીકરણ બાદની બીજા ક્રમેની સૌથી ઉંચી આવક

ગુજરાતમાં GSTની ચાલુ વર્ષની આવક જાણી દંગ રહેશો. જેમાં રાજ્યમાં જીએસટીની આવક ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં 89,765 કરોડ થઈ છે. જાન્યુઆરીમાં GST-વેટની આવક 8,922 કરોડ આવક સાથે બીજા ક્રમે છે. જીએસટીના અમલીકરણ બાદની બીજા ક્રમેની સૌથી ઉંચી આવક થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઉંચકાયો તાપમાનનો પારો, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર 

નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં સૌથી ઉંચી આવક થઇ

અગાઉ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં સૌથી ઉંચી આવક થઇ છે. જાન્યુઆરી -24માં રાજ્યને જીએસટી અને વેટની આવક કુલ 8,922 કરોડની થઇ છે. જીએસટીના અમલીકરણ બાદની બીજા ક્રમેની સૌથી ઉંચી આવક થઇ છે. આ અગાઉ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં સૌથી ઉંચી આવક થઇ છે. આમ જીએસટી અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાંપ્રથમ તેમજ દ્રીતીય ક્રમની સૌથી ઉંચી માસિક આવક થઇ છે. જીએસટી વિભાગે સત્તાવાર રીતે માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યને જીએસટી હેઠળ જાન્યુઆરી-24માં 5,861 કરોડની આવક થઇ છે. જે ડિસેમ્બર -23માં 5,082 કરોડ થતાં 15 ટકા આવક વધી છે.

આ પણ વાંચો: ગુજરાત: નાણામંત્રી કનુ દેસાઈ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી સંભાવના

રાજ્યને વેટ હેઠળ 3,0061 કરોડની આવક થઇ છે

રાજ્યને વેટ હેઠળ 3,0061 કરોડની આવક થઇ છે. જે ડિસેમ્બર-23માં વેટ હેઠળ 2,792 કરોડ થઇ હતી જે 10 ટકા વધારે છે. આમ જીએસટીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી -24 સુધીમાં જીએસટી અને વેટ હેઠળ કુલ 89,756 કરોડની આવક થઇ છે. જે રાજ્યના કર વિભાગને લક્ષ્યાંક 1,05,876 કરોડના 85 ટકા ટકા છે. જોક લક્ષ્યાંક પૂરો કરવામા આવે તેમ છે. રાજ્યમાં ઠેર ઠેર દરોડા પાડીને ટેકસની રકમનુ વસુલાત કરાઇ છે. જીએસટી વિભાગના એન્ફોર્સમેન્ટ શાખાના અધિકારી ટેકસની ચોરી કરતા તેમજ બોગસ બીલીગ કરનારાઓ સામે પગલા ભરતા કરચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

Back to top button